Shweta Trending: અરે, શ્વેતા આ શું કહી દીધું! મીટિંગની વાતચીત થઇ લીક, ટ્વિટર પર થવા લાગી ટ્રેંડ

શ્વેતા (Shweta Trending) ટ્વિટર પર ટ્રેંડ કરતાં જ લોકો વિવિધ પ્રકારના મીમ પણ બનાવી રહ્યા છે. શ્વેતા કોઇ છોકરી છે, જે ઝૂમ પર ઓનલાઇન ક્લાસ દરમિયાન માઇક ઓન રાખીને કોલ પર પોતાની બહેનપણી સાથે વાત કરી રહી છે.

Shweta Trending: અરે, શ્વેતા આ શું કહી દીધું! મીટિંગની વાતચીત થઇ લીક, ટ્વિટર પર થવા લાગી ટ્રેંડ

નવી દિલ્હી: કોરોનાકાળ આવ્યા બાદ વર્ચુઅલ મીટિંગ્સનો દૌર શરૂ થયો. એવામાં હવે વર્ચુઅલ મીટિંગ એપ્સ (Virtual Meeting App) પર લોકો ખૂબ સક્રિય થઇ ગયા છે. ઓફિસ, ક્લાસિસ અને સામાન્ય વાતચીત પણ આ પ્લેટફોર્મ પર થવા લાગી. એવામાં લોકોની વાતોને રેકોર્ડ લીક કરવાનો સિલસિલો પણ શરૂ થયો. ઘણા લોકોના કામ વર્ચુઅલ મીટિંગથી સરળ થયા તો ઘણા લોકોના બગડી પણ ગયા. એવું જ આ વખતે શ્વેતા (Shweta) સાથે થયું છે. શ્વેતાનો એક ઓડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. 

બધાએ સાંભળી બધી વાત
શ્વેતા (Shweta Trending) ટ્વિટર પર ટ્રેંડ કરતાં જ લોકો વિવિધ પ્રકારના મીમ પણ બનાવી રહ્યા છે. શ્વેતા કોઇ છોકરી છે, જે ઝૂમ પર ઓનલાઇન ક્લાસ દરમિયાન માઇક ઓન રાખીને કોલ પર પોતાની બહેનપણી સાથે વાત કરી રહી છે. શ્વેતા અને તેની મિત્રની વાતચીત વર્ચુઅલ ક્લાસમાં હાજર 111 લોકોએ સાંભળી છે. લોકો શ્વેતાને કહી રહ્યા છે કે તારું માઇક ઓન છે પરંતુ શ્વેતાએ માઇક ઓફ કરવાના બદલે લોકોનો અવાજ મ્યૂટ કરી દીધો હતો. 

— LameFull🤡 (@JustsayitKhushi) February 18, 2021

Shweta on zoom call next day :-#Shweta pic.twitter.com/ATTz1YqbbB

— Harsh Sinha (@itsharshsinha) February 18, 2021

— Aditya Kumar (@Urs2rulyaditya) February 18, 2021

But deep inside want to hear whole story : pic.twitter.com/P9iylz4nTI

— Palash Jain (@bhut_tezz) February 18, 2021

શ્વેતા પર હવે મીમ્સની લાઇન લાગી
શ્વેતા  (Shweta) પોતાની મિત્રને કોઇ છોકરા-છોકરીના સંબંધ વિશે જણાવી રહી છે. આ દરમિયાન ક્લાસના બાળકે આખી વાત રેકોર્ડ કરી લીધી અને સોશિયલ મીડિયા પર મુકી દીધી. હવે આ ખૂબ વાયરલ થઇ રહી છે. હવે શ્વેતા ટ્વિટર પર ટ્રેંડ કરી રહી છે. લોકો શ્વેતાના મીમ (Memes On Shweta) બનાવીને સવાલ ઉભા કરે રહ્યા છે. શ્વેતાની સાથે-સાથે તે છોકરાને લઇને પણ ઘણા મીમ બનાવી રહ્યા છે. જેણે પોતાની લવ લાઇફની કહાની શ્વેતાને સંભળાવી હતી. કોઇ કહી રહ્યું છે કે શ્વેતા હવે તો કહેવું પડશે. કોઇ કહી રહ્યું છે કે ખુલીને બોલો. તમને જણાવી દઇએ કે અલગ-અલગ ફિલ્મોના સીન પર મીમ બની રહ્યા છે. 

લગભગ 6-7 મિનિટ આ ઝૂમ કોલ રેકોર્ડિંગ છે. હાલ હવે ભલે જ લોકોને અસલ શ્વેતા (Shweta) કોણ છે તેની ખબર હોય કે ન હોય પરંતુ શ્વેતા સોશિયલ મીડિયા સનસની તો બની ગઇ છે. હવે આ સમગ્ર ઘટનાથી બસ એક વાત સમજ આવે છે કે ટેક્નોલોજીનો સંભાળીને યોગ્ય રીતે ઉપયોગ કરો.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news