વારાણસી: લોકસભા ચૂંટણી અગાઉ પીએમ મોદી પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં વિશેષ પૂજા કરી. વિશેષ પૂજા દરમિયાન પીએમ મોદીની સાથે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતાં. કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કર્યા બાદ તેમણે કાશી વિશ્વનાથ મંદિર સંપર્ક માર્ગની આધારશીલા રાખી. કોરિડોરના ઉદ્ધાટન બાદ પીએમ મોદીએ ત્યાં હાજર લોકોને સંબોધન કર્યું. પોતાના સંબોધનની શરૂઆત તેમણે હર હર મહાદેવ બોલીને કરી. ત્યારબાદ વડાપ્રધાન દીનદયાળ હસ્તકળા સંકુલમાં રાષ્ટ્રીય મહિલા આજીવિકા સંમેલન 2019માં ભાગ લેશે.


સંબોધનના મુખ્ય અંશ...
- પીએમ મોદીએ કહ્યું કે કદાચ મને ભોલેબાબાએ કહ્યું કે બેટા તું વાતો તો ઘણી કરે છે, અહીં આવીને કામ કરી બતાવો-પીએમ મોદી
- યોગીજીની જે ટીમને અહીં કામ માટે લગાવી છે તે પૂરા મનથી કામમાં લાગી છે. હું તેમને ધન્યવાદ આપું છું-પીએમ મોદી
- વિશ્વનાથ ધામ એક એવી પરિયોજના છે જે અંગે હું  લાંબા સમયથી વિચારી રહ્યો હતો. સક્રિય રાજકારણમાં આવતા પહેલા હું કાશી ગયો હતો. ત્યારથી મને એવું લાગતું હતું કે મંદિર પરિસર માટે કઈંક કરવું જોઈએ. ભોલેબાબાના આશીર્વાદથી મારું સપનું સાચું પડ્યું.
- ભોલેબાબાની પહેલા કોઈએ આટલી ચિંતા ન કરી, મહાત્મા ગાંધી પણ બાબાની આ હાલત પર ચિંતિત હતાં.
- 2014ની ચૂંટણી દરમિયાન મેં કહ્યું હતું કે હું અહીં આવ્યો નથી, મને બોલાવ્યો છે. કદાચ મને આવા કામો માટે જ બોલાવ્યો હતો.
- અહીં ચારેબાજુ દીવાલોમાં ઘેરાયેલા ભોલેબાબાની મુક્તિનો પર્વ છે.


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...