PM Modi રવિવારે મહારાષ્ટ્રને AIMS-મેટ્રો અને ગોવાને એરપોર્ટની આપશે ભેટ
PM to inaugurate Mopa International Airport, Goa : ગોવામાં પ્રધાનમંત્રી બપોરે 3:15 વાગ્યે 9મી વિશ્વ આયુર્વેદ કૉંગ્રેસનાં સમાપન સમારંભને સંબોધન કરશે. આ કાર્યક્રમ દરમિયાન તેઓ ત્રણ રાષ્ટ્રીય આયુષ સંસ્થાઓનું ઉદ્ઘાટન પણ કરશે. પ્રધાનમંત્રી સાંજે 5:15 વાગ્યે ગોવાનાં મોપા ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે.
PM to visit Maharashtra and Goa: સવારે લગભગ 9:30 વાગ્યે પ્રધાનમંત્રી નાગપુર રેલવે સ્ટેશન પહોંચશે, જ્યાં તેઓ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. પ્રધાનમંત્રી સવારે 10 વાગે ફ્રીડમ પાર્ક મેટ્રો સ્ટેશનથી ખાપરી મેટ્રો સ્ટેશન સુધી મેટ્રોની સવારી કરશે, જ્યાં તેઓ ‘નાગપુર મેટ્રોનો પ્રથમ તબક્કો’ રાષ્ટ્રને અર્પણ કરશે. કાર્યક્રમ દરમિયાન તેઓ 'નાગપુર મેટ્રો ફેઝ-2'નો શિલાન્યાસ પણ કરશે. પ્રધાનમંત્રી સવારે 10:45 વાગ્યે નાગપુર અને શિરડીને જોડતા સમૃદ્ધિ મહામાર્ગના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે તથા હાઇવેની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે 11:15 વાગ્યે નાગપુરની એઈમ્સ દેશને અર્પણ કરશે.
નાગપુરમાં સવારે 11:30 વાગ્યે આયોજિત એક જાહેર સમારંભમાં પ્રધાનમંત્રી 1500 કરોડથી વધારે મૂલ્યની રેલવે પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે અને દેશને સમર્પિત કરશે. તેઓ નાગપુરમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વન હેલ્થ (એનઆઇઓ) અને નાગપુરમાં નાગ નદીનાં પ્રદૂષણ નિવારણ પ્રોજેક્ટનું શિલારોપણ પણ કરશે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી ચંદ્રપુરની સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પેટ્રોકેમિકલ્સ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી (સીપેટ) દેશને અર્પણ કરશે તથા 'સેન્ટર ફોર રિસર્ચ, મેનેજમેન્ટ એન્ડ કન્ટ્રોલ ઑફ હિમોગ્લોબિનોપેથીઝ, ચંદ્રપુર'નું ઉદ્ઘાટન કરશે.
ગોવામાં પ્રધાનમંત્રી બપોરે 3:15 વાગ્યે 9મી વિશ્વ આયુર્વેદ કૉંગ્રેસનાં સમાપન સમારંભને સંબોધન કરશે. આ કાર્યક્રમ દરમિયાન તેઓ ત્રણ રાષ્ટ્રીય આયુષ સંસ્થાઓનું ઉદ્ઘાટન પણ કરશે. પ્રધાનમંત્રી સાંજે 5:15 વાગ્યે ગોવાનાં મોપા ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે.
ભારતમાં ઝડપથી ફેમસ થઇ રહ્યું છે આ ચીનનું ફળ, ફાયદા જાણીને ખરીદવા દોડશો
આ પણ વાંચો: Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: દુનિયાની સૌથી પહેલી પોર્ન સ્ટારની દર્દનાક કહાની, વાંચીને રૂવાડાં ઉભા થઇ જશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube