નવી દિલ્હી: ચીનથી આયાતને ઘટાડવા માટે પ્રધાનમંત્રી કાર્યાલયે કોમર્સ મંત્રાલય પાસેથી સૂચનો માગ્યા છે. પીએમઓએ કોમર્સ મંત્રાલયને કહ્યું કે, તેઓ એવા પગલાંઓ જણાવે કે જેના દ્વારા ચીનથી આયાત ઘટાડી શકાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રોના જણાવ્યા અનુસાર, પીએમઓએ અન્ય દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એટલે કે, FATના મામલે સમીક્ષા કરી છે. FATને લઇને સરકાર એક્શનના મુડમાં છે.


આ પણ વાંચો:- BROએ લેહ પાસે ત્રણ મહિનામાં તૈયાર કર્યા 3 પુલ, રક્ષા મંત્રીએ આપી આ ખાસ સૂચનાઓ


સરકાર અન્ય દેશો સાથે ભારતમાં સમાનની ડંપિંગની સ્થિતિને રોકવા માટે FATની સતત સમીક્ષા કરી રહી છે. એવામાં સંભવ છે કે, આવનારા સમયમાં અન્ય કેટલાક દેશોમાંથી ઇમ્પોર્ટને ઘટાડવા માટે સરકાર કડક પગલા લઇ શકે છે.


ASEAN દેશો જેવા કે, કોરિયા, મલેશિયા, સિંગાપુર જેવા દેશોથી દેશમાં આયાત કરવામાં આવતા સામાનને લઇ સરકારની નજર છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube