BROએ લેહ પાસે ત્રણ મહિનામાં તૈયાર કર્યા 3 પુલ, રક્ષા મંત્રીએ આપી આ ખાસ સૂચનાઓ

રક્ષા મંત્રી રાજનાથ સિંહની બીઆરઓના અધિકારીઓ સાથે એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભારત-ચીન પર માર્ગ નિર્માણ પરિયોજનાઓને લઇને ચર્ચા કરવામાં આવી હતી. લેફ્ટનન્ટ જનરલ હરપાલ સિંહએ એલએસી પર ચાલી રહેલા નિર્માણ કર્યોની જાણકારી રક્ષા મંત્રી રાજનાથ સિંહને આપી હતી. આ બેઠક એક કલાકથી વધારે ચાલી હતી. રક્ષા મંત્રીએ ભારત-ચીન સીમા પર માર્ગ નિર્માણ કાર્યો ઝડપથી પુરા કરવા સૂચનાઓ આપી છે.
BROએ લેહ પાસે ત્રણ મહિનામાં તૈયાર કર્યા 3 પુલ, રક્ષા મંત્રીએ આપી આ ખાસ સૂચનાઓ

નવી દિલ્હી: રક્ષા મંત્રી રાજનાથ સિંહની બીઆરઓના અધિકારીઓ સાથે એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભારત-ચીન પર માર્ગ નિર્માણ પરિયોજનાઓને લઇને ચર્ચા કરવામાં આવી હતી. લેફ્ટનન્ટ જનરલ હરપાલ સિંહએ એલએસી પર ચાલી રહેલા નિર્માણ કર્યોની જાણકારી રક્ષા મંત્રી રાજનાથ સિંહને આપી હતી. આ બેઠક એક કલાકથી વધારે ચાલી હતી. રક્ષા મંત્રીએ ભારત-ચીન સીમા પર માર્ગ નિર્માણ કાર્યો ઝડપથી પુરા કરવા સૂચનાઓ આપી છે.

બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશને લેહ પાસે તૈયાર કર્યા ત્રણ પુલ
બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશને લેહ પાસે ત્રણ પુલ તૈયાર કર્યા છે. આ પુલ વ્યૂહાત્મક દ્રષ્ટિથી ભારત માટે ઘણા મહત્વપૂર્ણ છે. આ પુલની મદદથી LAC પર ટેંક અને ભારે વાહનોની અવરજવર વધુ સરળ બનશે. ત્રણ પુલને માત્ર ત્રણ મહિનામાં જ તૈયાર કરવામાં આવ્યા છે. BROએ ખારદુંગ લા પાસેના માર્ગને બે લેનમાં ફેરવવાનું શરૂ કર્યું છે. લદ્દાખમાં બનેલો આ દુનિયાનો સૌથી ઉંચો રસ્તો છે, જે દેશને સિયાચિન ગ્લેશિયર સુધી પહોંચવામાં મદદ કરશે. તેના બની જવાથી સિયાચિન સુધી ભારે વાહનોની અવરજવર વધુ સરળ બનશે.

તો બીજી તરફ ગલવાનમાં ચીનના પાછા હટવા છતાં ભારત સરહદ પર કોઈ ઢીલ છોડવાના મૂડમાં નથી. લદ્દાખના ફોરવર્ડ એરબેઝ પર વાયુસેનાના લડાકૂ જહાજ અને હેલિકોપ્ટર દિવસ રાત સીમાનું પેટ્રોલિંગ કરી રહ્યાં છે. આ સાથે જ ડ્રોન દ્વારા ચીનની ગતિવિધિઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

ગલવાન ખીણમાં પાછું હટ્યું ચીન
લદ્દાખની સીમા પર ભારતના કડક વલણ આગળ ચીન નમ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગલવાન ખીણમાં ચીનના સૈનિક પાછા ફર્યા છે. ઘણી બખ્તરબંધ ગાડીઓસ પરત ગઇ છે. ચીનના સૈનિક ગલવાન, હોટસ્પ્રિંગ અને ગોગરા વિસ્તારથી પરત જતા જોવા મળ્યા. ચીનના સૈનિક પેટ્રોલિંગ પોઇન્ટ-14થી ટેન્ટ હટાવતા પણ જોવા મળ્યા. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલ અને ચીનના વિદેશ મંત્રીની વચ્ચે ફોન પર વાતચીત થઈ. બંનેએ લગભગ 2 કલાક વાતચીત કરી. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર બંને દેશ શાંતિપૂર્ણ માહોલ બનાવવા પર સહમત થયા. સીમા પર તબક્કાવાર સેનાને પાછા ફરાવ પર સહમતિ દર્શાવી.

ચીનના વિદેશ મંત્રાલયે ભારત સાથેના સંબંધો પર મહત્વનું નિવેદન આપ્યું છે. ચીને આશા વ્યક્ત કરી છે કે, ભારત સૈન્ય અને રાજકીય સ્તર પર તેમની સાથે નજીકના સંપર્કમાં રહેશે. સાથે જ સીમા પર તણાવ ઘટાડવાની દિશામાં કામ કરશે. ચીનનું માનવું છે કે, સીમા પર શાંતિ દ્વિપક્ષિય સંબંધો માટે મહત્વની છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news