નવી દિલ્હી: પીએમબી કૌભાંડ ( PNB fraud case)  મામલે ભાગેડુ વેપારી મેહુલ ચોક્સી (Mehul Choksi) ને ભારત ભેગો કરવાની કોશિશો ચાલુ છે. ભારત સરકારે હવે ચોક્સીના પ્રત્યાર્પણ માટે ડોમિનિકાની હાઈકોર્ટ તરફ નજર દોડાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CBI અને વિદેશ મંત્રાલય મળીને કરી રહ્યા છે કામ
સૂત્રોના જણાવ્યાં મુજબ CBI અને વિદેશ મંત્રાલયે ડોમિનિકા હાઈકોર્ટમાં બે એફિડેવિટ દાખલ કરી છે. સોગંદનામામાં મેહુલ ચોક્સીની habeas corpus અરજીમાં તેમને પણ  પક્ષકાર બનાવવાની અપીલ કરી છે. આ મામલા સાથે જોડાયેલા અધિકારીઓએ કહ્યું કે ચોક્સીની ઘર વાપસી માટે સીબીઆઈ અને વિદેશ મંત્રાલય બંને ભેગા મળીને કામ કરી રહ્યા છે. CBI ઓફિસર ચોક્સીની અપરાધિક જવાબદારી, ભાગેડુ કેસોની સ્થિતિ, તેમના વિરુદ્ધ પેન્ડિંગ વોરન્ટ, રેડ નોટિસ અને ચાર્જશીટ દાખલ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. 


આ બાજુ વિદેશ મંત્રાલય કોર્ટમાં એવો તર્ક રજુ કરશે કે ચોક્સીની ભારતીય નાગરિકતા જળવાઈ રહેશે. સૂત્રોના જણાવ્યાં મુજબ જો એફિડેવિટ સ્વીકારી લેવાશે તો પ્રસિદ્ધ વકીલ હરીશ સાલવે ડોમિનિકામાં ભારતનો પક્ષ રજુ કરશે. 


ડોમિનિકા કોર્ટે જામીન આપવાની ના પાડી
આ અગાઉ ડોમિનિકા હાઈકોર્ટે ગેરકાયદેસર એન્ટ્રી મામલે શુક્રવારે ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીને જામીન આપવાની ના પાડી દીધી. હાઈકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે ચોક્સીના ભાગી જવાથી જોખમ રહેલું છે. ચોક્સી મેજિસ્ટ્રેટ કોર્ટ તરફથી જામીન અરજી ફગાવવામાં આવ્યા બાદ હાઈકોર્ટમાં ગયો હતો. ભાગેડુ મેહુલ ચોક્સી વર્ષ 2018થી એન્ટીગુઆ અને  બારબુડામાં નાગરિક તરીકે રહી રહ્યો છે. 


હાય હાય...આ શું? દુલ્હનની બહેને લગ્ન મંડપમાં જ દુલ્હેરાજા સાથે કરી ગંદી મજાક, જુઓ Viral Video


13500 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ
અત્રે જણાવવાનું કે મેહુલ ચોક્સી ભારતમાં ગીતાંજલી જેમ્સ, અને અન્ય જાણીતી હીરા જ્વેલરી  બ્રાન્ડ્સનો માલિક હતો. તેણે પંજાબ નેશનલ બેંકમાં 13500 કરોડ રૂપિયાનું કૌભાંડ કરી નાખ્યું અને કૌભાંડ બહાર આવતાના ગણતરીના અઠવાડિયા પહેલા દેશમાંથી બહાર ભાગી ગયો. આ કેસમાં મેહુલ ચોક્સી અને તેના ભાણીયા નીરવ મોદીની કથિત સંડોવણીનો ખુલાસો થયો. ત્યારબાદ ભારતની અપીલ પર ઈન્ટરપોલે ચોક્સી (62) વિરુદ્ધ રેડ નોટિસ બહાર પાડી હતી. 


71 વર્ષના વ્યક્તિનો દાવો, Covishield રસી લીધા બાદ શરીરમાં આવી ગયો મેગ્નેટિક પાવર!, જુઓ Video


મેહુલ ચોક્સી 23 મેના રોજ રહસ્યમય સ્થિતિમાં એન્ટીગુઆ અને બારબુડાથી ગાયબ થઈ ગયો. તેને કથિત પ્રેમિકા સાથે પાડોશી દ્વિપીય દેશ ડોમિનિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસવાના આરોપમાં પકડી લેવાયો. ચોક્સીના વકીલોએ આરોપ લગાવ્યો કે એન્ટીગુઆ અને ભારતીય જેવા દેખાતા પોલીસકર્મીઓએ એન્ટીગુઆમાં જોલી હાર્બરથી તેનું અપહરણ કર્યું અને ત્યારબાદ તેઓ તેને બોટ દ્વારા ડોમિનિકા લઈ ગયા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube