હાય હાય...આ શું? દુલ્હનની બહેને લગ્ન મંડપમાં જ દુલ્હેરાજા સાથે કરી ગંદી મજાક, જુઓ Viral Video

Viral Video: લગ્ન સમયે મસ્તી મજાક તો ચાલતી રહે છે. સોશિયલ મીડિયા પર હાલ એક ગજબ મજેદાર વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને દરેક જણ હક્કા બક્કા રહી ગયા. 

Updated By: Jun 11, 2021, 03:25 PM IST
હાય હાય...આ શું? દુલ્હનની બહેને લગ્ન મંડપમાં જ દુલ્હેરાજા સાથે કરી ગંદી મજાક, જુઓ Viral Video

નવી દિલ્હી: લગ્ન સમયે મસ્તી મજાક તો ચાલતી રહે છે. સોશિયલ મીડિયા પર હાલ એક ગજબ મજેદાર વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને દરેક જણ હક્કા બક્કા રહી ગયા. 

વરરાજા સાથે અજીબ હરકત
સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર લગ્નના વીડિયો વાયરલ થતા રહે છે. આવો જ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેને જોઈને તમારું હસવું રોકાશે નહીં. જો કે આ એક ચોંકાવનારો વીડિયો પણ કહી શકાય. લગ્ન સમારોહમાં બધાની સામે જ દુલ્હેરાજા સાથે એવી મજાક થઈ ગઈ કે ત્યાં હાજર દરેક જણ સ્તબ્ધ થઈ ગયા. 

વાત જાણે એમ છે કે સ્ટેજ પર બેઠેલા દુલ્હેરાજા તેમની ધૂનમાં હતા. બાજુમાં દુલ્હન બેઠી હતી. જ્યારે દુલ્હેરાજા જે ખુરશીમાં બેઠા હતા તેના હાથા પર એક છોકરી બેઠેલી જોવા મળે છે. આ છોકરી દુલ્હનની સાળી હોવાનું કહેવાય છે. સાળી જીજાજી સાથે આવીને બેસી જાય છે અને અચાનક તેના જીજાજીને ખેંચીને કિસ કરી લે છે. આ હરકત બાદ દુલ્હેરાજા તો ભોંઠા પડી જાય છે. 

અચાનક ઘટેલી આ ઘટનાથી ત્યાં હાજર લોકો સ્તબ્ધ થઈ જાય છે. આમ પણ જો કે જીજા-સાળીનો સંબંધ આવો જ મજાક મસ્તીવાળો હોય છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. કેટલાક લોકોની ઉત્સુકતા એ હદે છે કે આ થયા પછી સ્થિતિ શું હતી. દુલ્હનની બહેનને આ તે શું સૂજ્યું કે જીજાજીને ચુંબન ચોડી દીધુ. વાત ગમે તે હોય પણ હાલ તો લોકોને સોશિયલ મીડિયા પર ભરપૂર મનોરંજન કરાવી રહ્યો છે આ વીડિયો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube