કાર્ટૂન વિવાદ પર બોલ્યા મુનવ્વર રાણા- મારી વાત પર ગુનો સાબિત થાય તો શૂટ કરી દો, માફી નહીં માગુ
મુનવ્વર રાણાએ કહ્યુ કે, 69 વર્ષના શાયરને ભલે બનાવી દો જેહાદી, સત્ય બોલવાનું છોડીશ નહીં. મારા વિરુદ્ધ મૂર્ખાઓએ કોઈના ઈશારે કાર્યવાહી કરી. મારા નિવેદન માટે માફી માગીશ નહીં, ભલે ફાંસી થઈ જાય.
નવી દિલ્હીઃ કાર્ટૂન વિવાદને લઈને ફ્રાન્સમાં થયેલી હત્યાઓને યોગ્ય ગણાવનાર જાણીતા શાયર મુનવ્વર રાણાનું નિવેદન સામે આવ્યુ છે. મુનવ્વર રાણાએ કહ્યુ કે, તે પોતાની વાતને વળગી રહીશ. મને ફ્રાન્સની ઘટના પર સત્ય બોલવાની જે સજા મળે તે મંજૂર છે.
મુનવ્વર રાણાએ કહ્યુ કે, હું તે લોકોની જેમ નથી જે કેસ પરત લેવડાવતા ફરે છે અને સત્ય બોલવાથી ડરે છે. જો મારી વાત પર કોઈ ગુનો સિદ્ધ થયો તો મને ચાર રસ્તે શૂટ કરી દો.
તેમણે કહ્યું કે, 69 વર્ષના શાયરને ભલે બનાવી દો જેહાદી, સત્ય બોલવાનું છોડીશ નહીં. મારા વિરુદ્ધ મૂર્ખાઓએ કોઈના ઈશારે કાર્યવાહી કરી. મારા નિવેદન માટે માફી માગીશ નહીં, ભલે ફાંસી થઈ જાય.
લખનઉમાં દાખલ કરવામાં આવી એફઆઈઆર
મહત્વનું છે કે લખનઉના હજરતગંજ સ્ટેશનમાં શાયર મુનવ્વર રાણા વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ એફઆઈઆર મુનવ્વર રાણાના તે નિવેદનને લઈને નોંધવામાં આવી છે જેમાં તેમણે કાર્ટૂન વિવાદને લઈને ફ્રાન્સમાં થયેલી હત્યાઓને યોગ્ય ગણાવી હતી. એફઆઈઆરમાં આ નિવેદનને અશાંતિ વધારનારૂ ગણાવવામાં આવ્યું છે.
UP રાજ્યસભા ચૂંટણી, ભાજપના 8, સપા અને બસપાના એક-એક ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા
શાયર મુનવ્વર રાણા વિરુદ્ધ દાખલ કેસમાં કહેવામાં આવ્યું છે કે ફ્રાન્સમં કાર્ટૂન વિવાદ પર હત્યાઓને યોગ્ય ઠેરવવાની વાત સામાજિક સદભાવને બગાડવા માટે પર્યાપ્ત છે. પોલીસે કહ્યું કે, આ નિવેદન સમુદાયો વચ્ચે વૈમનસ્યતા ફેલાવનારૂ, સામાજિક શાંતિ પર વિપરીત પ્રભાવ પાડનારુ છે અને તેનાથી લોક શાંતિ ભંગ થવાની આશંકા છે.
મુસલમાનોને ગુસ્સે કરવા આવું કાર્ટૂન બનાવવામાં આવ્યું
શાયર મુનવ્વર રાણાએ ફ્રાન્સમાં નિર્દોષોની હત્યા કરનારાનો બચાવ કર્યો હતો. મુનવ્વર રાણાએ તર્ક આપતા કહ્યુ કે, જો ધર્મ મા જેવો છે, જો કોઈ તમારી માતા કે ધર્મનું ખરાબ કાર્ટૂન બનાવવામાં આવે છે કે ગાળો આપે છે તો તો તે ગુસ્સામાં આવું કરવા મજબૂર છે. તેમણે કહ્યું કે, મુસલમાનોને ગુસ્સે કરવા માટે આવું કાર્ટૂન બનાવવામાં આવ્યું.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube