નવી દિલ્હી: નોઇડા સેક્ટર 58ના જે પાર્કમાં પોલીસે નમાઝ પઢવા માટે રોક લગાવી છે, ત્યાં શુક્રવાર સવારથી જ પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે. ખરેખરમાં નોઇડા પોલીસે સેક્ટર 58માં હાજર કંપનિઓને આદેશ આપ્યો છે કે તેઓ તેમના કર્મચારીઓને પાર્કમાં નમાઝ પઢવાથી રોકવામાં આવે. આ આદેશ બાદ આજે (28 ડિસેમ્બર) પહેલો શુક્રવાર છે. જુમાની નમાઝ માટે લોકોનું ટોળું એકત્રિત ન થાય તેના માટે પોલીસે કડક વ્યવસ્થા કરી રાખી છે. ગૌતમબુદ્ધનગરના એસએસપી ડો. અજય પાલ શર્માએ કહ્યું કે, કોઇ વિવાદ અને અશાંતી જેવા હાલાતને ધ્યાનમાં રાખી અહીંયા પૂર્વ તૈયારીઓમાં પોલીસ ગોઠવવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: PMOને આવ્યો મેઇલ,"મે મારા ઘરની બહાર એલિયન જેવી વસ્તુ જોઇ" તપાસ થઇ તો...


નોઇડા સેક્ટર-58ના પાર્કમાં નમાઝ પર રોક લગાવવાને લઇને કેટલાક લોક અહીંયા નમાઝ પઢવા આવ્યા હતા. પાર્કમાં આવેલા નમાઝ પઢનારનું કહેવું હતું કે કંપનીમાંથી એટલો સમય નથી મળતો કે અમે દુર ક્યાંક જઇએ. અહીંયા માત્ર અમે ઇબાદત કરવા માટે આવીએ છે. જો અહીંયા પણ નમાઝ અદા કરવાની પરવાનગી આપવામાં નહીં આવે, તો અમારી નમાઝ છૂટી જશે.


વધુમાં વાંચો: 2 લગ્ન ઉપરાંત પુત્રવધુ સાથે પણ આડા સંબંધ ધરાવતા મૌલવીએ પત્ની સાથે કર્યું કંઇ એવુ...


ગુરૂવારે નાઈડા સેક્ટર-58માં જુમાની નમાઝના મુખ્ય આયોજનકર્તાએ મુસ્લિમોને અપીલ કરી હતી કે પાર્કમાં ભેગા થશો નહી. કેમ કે, ત્યાં જુમાની નમાઝ માટે પરવાનગી મળી નથી. પોલીસે તે સમયે પાર્કમાં ધાર્મિક ગતિવિધીઓને પ્રતિબંધિત કરી છે. પાર્કમાં જુમાની નમાઝ આયોજીત કરનારમાંથી એક આદિલ રાશિદે કહ્યું કે તેઓ આ મામલે વધુ વિવાદ ઇચ્છતા નથી.


વધુમાં વાંચો: Universal Basic Income: મોદીની ગેમચેન્જર સ્કીમ, દર મહિને ખાતામાં આવી જશે પૈસા


તમને જણાવી દઇએ કે પાછલા દિવસોમાં પરવાનગી વગર નોઇડા સેક્ટર-58માં સ્થિત કેટલીક કંપનીઓના કર્મચારીઓ દ્વારા એક પાર્કમાં જુમાની નમાઝ પઢવા જવાને લઇને નોઇડા પોલીસે નોટીસ મોકલી હતી. તેને લઇને ઘણો હંગામો થયો હતો. સ્થાનિક લોકોની ફરિયાદ પર 23 કંપનીઓને મોકલવામાં આવેલી નોટીસમાં કહેવામાં આ્યું હતું કે પાર્ક જેવા સાર્વજનિક સ્થળનો ધાર્મિક ગતિવિધીઓ માટે ઉપયોગ કરવામાં આવી શકતો નથી. કંપનીઓએ તેમના કર્મચારીઓને રોકી શકતી નથી, તો તેમના માટે જવાબદાર તેમને માનવામાં આવશે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. પાર્કમાં કોઇપણ પ્રકારનું ધાર્મિક આયોજન માટે તંત્રની પરવાનગી લેવી પડશે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...