26 જાન્યુઆરીએ કાશ્મીરમાં મોટા આતંકી હુમલાના ષડયંત્રનો ખુલાસો, જૈશના 5 આતંકીઓ પકડાયા
26 જાન્યુઆરીના રોજ જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) માં એક મોટી આતંકી વારદાતને અંજામ આપવાનું ષડયંત્ર રચી રહેલા જૈશ એ મોહમ્મદના પાંચ આતંકીઓને આજે દબોચવામાં આવ્યાં છે.
નવી દિલ્હી: 26 જાન્યુઆરીના રોજ જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) માં એક મોટી આતંકી વારદાતને અંજામ આપવાનું ષડયંત્ર રચી રહેલા જૈશ એ મોહમ્મદના પાંચ આતંકીઓને આજે દબોચવામાં આવ્યાં છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે હાથ ધરેલી એક મોટી કાર્યવાહીમાં આ આતંકીઓ શ્રીનગરના હજરતબલ વિસ્તારથી ધરપકડ કરાયા છે. તેમની પાસેથી મોટા પ્રમાણમાં વિસ્ફોટક અને અન્ય સામાન મળી આવ્યો છે. જેલેટિન રોડ્સ, નાઈટ્રિક એસિડ, જેકેટ્સ,પિસ્તોલ, ગોળા બારૂદ તેમની પાસેથી મળી આવ્યાં છે. અનેક ખતરનાક વિસ્ફોટક તેમની પાસેથી મળી આવ્યાં. જે પાંચ આતંકીઓ પકડાયા છે તેમના નામ એહજાઝ એજાઝ એહમદ શેખ, ઉમર હમીદ શેખ, સાહિલ ફારુક ગોઝરી, નાસિર અહેમદ મીર અને ઈમ્તિયાઝ અહેમદ ચિકલા છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube