જ્યારે એકવાર વજન વધી જાય છે તો આ વધેલા વજનને ઉતારવા માટે ખુબ પરસેવો પાડવો પડે છે. અનેક મહિનાઓ સુધી સતત કસરત અને ભાગદોડ કરવી પડે છે. એટલું જ નહીં ખાવા પીવામાં પણ ચરી પાળવી પડે છે અને અનેક મનગમતા વ્યંજનોથી દુર રહેવું પડે છે. વજન  ઓછું કરવા માટે જિમ ટ્રેનર, યોગ ટીચરથી લઈને ડાયેટિશિયન પાસે જવું પડે છે અને તેમની સલાહ લેતા હોઈએ છીએ. આપણે અનેક પોલીસકર્મીઓને પણ જોયા છે જેમનું વજન ખુબ વધી જાય છે. પરંતુ તેમને વજન ઓછું કરવામાં ખુબ મહેનત લાગતી હોય છે. આવું એટલા માટે કારણ કે તેમને સતત કામના પગલે કસરત કરવાનો ટાઈમ જ નથી મળતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વજન ઓછું કરવા માટે આ પોલીસકર્મીએ કર્યું કઈક આવું
જો કે કેટલાક પોલીસકર્મીઓ એવા પણ છે જે એકવાર જે નક્કી કરી લે તો કોઈ તેમને રોકી શકતું નથી. છત્તીસગઢ પોલીસના એક એએસઆઈએ આવું જ કરી બતાવ્યું છે. તેમણે ન તો જિમ જોઈન કર્યું કે ન તો યોગ કે ન તો કોઈ દવા લીધી. આમ છતાં તેમણે 9 મહિનાની અંદર 48 કિલો વજન ઓછું કરી લીધુ. આ જોઈને બધા સ્તબ્ધ છે કે આખરે આવું કર્યું કેવી રીતે. આ અંગે આઈપીએસ અધિકારી દીપાંશુ કાબરાએ ટ્વીટ કરીને જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે આખરે કેવી રીતે એએસઆઈએ પોતાનું વજન ફક્ત 9 મહિનામાં ઓછું કરી બતાવ્યું. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube