વસીમ અખ્તર/બિજનોરઃ ઉત્તર પ્રદેશના બિજનોરમાં એક પોલીસ સ્ટેશનમાં ત્યારે ભાગદોડ મચી ગઈ જ્યારે પોલીસ સ્ટેશનમાં બે સાપ ઘુસી ગયા. સાપનું નામ સાંભળતા જ પોલીસ કર્મચારીઓની હવા નિકળી ગઈ હતી. શું કરવું તે સમજાયું નહીં તો પોલીસવાળા દોડીને મદારીને પકડી લાવ્યા. મદારીને સાપે ડંખ માર્યો તો એક પોલીસ કર્મચારી જાતે જ બીન વગાડવા લાગ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તરપ્રદેશના બિજનોરના હીમપુર પોલીસ સ્ટેશનની આ ઘટના છે. બપોરના સમયે પોલીસ સ્ટેશનમાં અચાનક બે સાપ ઘુસી ગયા હતા. આથી પોલીસ કર્મચારીઓ નજીકના ગામમાંથી મદારીઓને પકડી લાવ્યા હતા. મદારીએ સાપને પકડવા માટે બીન વગાડવાનું શરૂ કર્યું. સાપે બીન વગાડી રહેલા એક મદારીને ડંખ મારી દીધો હતો. 


મદારીએ તાત્કાલિક સાપે જ્યાં ડંખ માર્યો હતો ત્યાં ચીરો પાડ્યો અને તેના દૂર પાટો બાંધી લીધો. સાથે જ તેણે ઝેર ન ચડે તેના માટેની દવા પણ તાત્કાલિક ખાઈને પોતાનો જીવ બચાવી લીધો. જોકે, હજુ સુધી સાપ પકડાયો ન હતો. એટલે એક પોલીસ કર્મચારીઓ મદારીની બીન લઈ લીધી અને પોતે જ બીન વગાડવા લાગ્યો. ઘણી મહેનત પછી એક સાપ મદારીના હાથમાં આવ્યો, જ્યારે બીજો સાપ ક્યાંક ગાયબ થઈ ગયો. 


મદારીએ કહ્યું કે, એવું લાગે છે કે, બીજો સાપ ભાગી ગયો છે. જોકે, પોલીસ કર્મચારીઓ હજુ પણ ભયભીત છે. તેમને એમ છે કે, બીજો સાપ પોલીસ સ્ટેશનના ગોડાઉનમાં પડેલા ભંગારમાં ક્યાંક છુપાઈ ગયો છે. પોલીસ સબ ઈન્સ્પેક્ટર ઉમાકાંત તિવારીએ કહ્યું કે, બીજા સાપને પણ વહેલી તકે પકડી લેવામાં આવશે. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....