પોર્ટ બ્લેયર: અંડમાન - નિકોબારમાં અમેરિકી નાગરિક જોન એલન ચાઉને ઠાર મરાયા બાદ શનિવારે પોલીસ વિચિત્ર પરિસ્થિતીમાં મુકાઇ ગઇ છે. અમેરિકી નાગરિકના શબને સોધવા માટે પોલીસ ટાપુ પર પહોંચી હતી. પરંતુ સ્થાનિક આદિવાસીઓ હાથમાં તીર કામઠા સાથે આવી પહોંચતા પોલીસ પણ થોડા સમય માટે ગભરાઇ ગઇ હતી. જેના કારણે પોલીસ ટીમ આખરે ત્યાંથી પોચા પગલે પરત ફરી ગઇ હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્થાનિક પોલીસ અધિકારી દીપેન્દ્ર પાઠકે જણાવ્યું કે, શનિવારે નોર્થ સૈંટિનલ દ્વીપ માટે રવાના થયેલી ટીમને તે જ બીચ પર કેટલાક આદિવાસી લોકો દેખાયા હતા. જ્યાં ચાઉને આખરી સમયે જોવામાં આવ્યો હતો. પાઠકે આગળ જણાવ્યું કે, વચ્ચેથી 400 મીટર અંદર સમુદ્રમાં પોતાની નાવમાં બેઠેલા પોલીસના જવાનોએ દુરબીનથી જોયું તો આદિવાસીઓ તીર કામઠા સાથે બેઠા હતા. જેથી પરિસ્થિતીને પારખતા પોલીસ પરત ફરી ગઇ હતી. 

અત્રે ઉલ્લેખનીય છે કે, ચાઉ આદિવાસીઓને ક્રિશ્ચિયન તરીકે વટલાવવા માટે ત્યાં પહોંચ્યો હતો. જો કે આદિવાસીઓએ તેની હત્યા કરી દીધી હતી. પોલીસ અનુસાર તે સેંટિનલ દ્વીપના લોકો સાથે કોઇ પણ પ્રકારની ટક્કરથી સંપુર્ણ રીતે બચી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, 6000 વર્ષ જુનો આ સમુદાય આ દ્વીપ પર રહે છે અને કોઇ બાહ્ય વ્યક્તિનો પ્રવેશ અહીં વર્જીત છે. 

17 નવેમ્બરે ચાઉના મોત બાદ આ સમુદાય ઘણો ચર્ચામાં આવ્યો છે. અત્યાર સુધી આ સમુદાયની ભાષા અને અન્ય રુઢીઓ વિશે કોઇ જ માહિતી નથી. 17 નવેમ્બરે ચાઉના મોત બાદ હજી સુધી તેનું શબ નથી મળ્યું.