નવી દિલ્હી: જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય (જેએનયુ) છાત્રસંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર, ઉમર ખાલિદ અને અનિર્બાન ભટ્ટાચાર્ય તથા અન્ય કેટલાક લોકો વિરુદ્ધ દેશદ્રોહના મામલે દિલ્હી  પોલીસ જલદી ચાર્જશીટ દાખલ કરશે. દિલ્હી પોલીસ કમિશનર અમૂલ્ય પટનાયકે બુધવારે આ અંગે જાણકારી આપી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કન્હૈયા, ઉમર ખાલિદ અને અનિર્બાનને જેએનયુ પરિસરમાં કથિત રીતે સંસદ પર હુમલાના દોષી અફઝલ ગુરુને ફાંસી પર લટકાવવાના વિરોધમાં કથિત રીતે કાર્યક્રમ કરવા મામલે વર્ષ 2016માં દેશદ્રોહ કેસમાં ધરપકડ કરાયા હતાં. તેમની ધરપકડ પર મોટો વિવાદ ઊભો થયો હતો. વિપક્ષે પોલીસ પર સત્તારૂઢ ભાજપના ઈશારે કામ કરવાનો આરોપ લગાવ્યો હતો. 


પટનાયકે કહ્યું કે આ મામલો અંતિમ તબક્કામાં છે. તેની તપાસ પેચીદી હતી કારણ કે પોલીસની ટીમોએ નિવેદન લેવા માટે અન્ય રાજ્યોમાં જવું પડ્યું હતું. ચાર્જશીટ જલદી ફાઈલ કરાશે. જેએનયુના આ વિવાદાસ્પદ કાર્યક્રમથી લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. આરોપ લાગ્યા હતાં કે કાર્યક્રમ દરમિયાન કથિત રીતે દેશવિરોધી નારા લાગ્યા હતાં. 


અયોધ્યા વિવાદ: સુપ્રીમ કોર્ટની 5 જજોની બંધારણીય બેન્ચ આજથી શરૂ કરશે સુનાવણી


અત્રે જણાવવાનું કે થોડા દિવસ પહેલા એવા અહેવાલ હતાં કે પોલીસ જલદી આ મામલે ચાર્જશીટ દાખલ કરશે. પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ પુરાવા તરીકે ઘટના સમયના અનેક વીડિયો ફૂટેજ સીબીઆઈની સીએફએસએલમાં તપાસ માટે મોકલાયા હતાં જેના નમૂના પોઝિટિવ જોવા મળ્યા હતાં. આ ઉપરાંત ઘટનાસ્થળે હાજર અનેક લોકોના નિવેદનો, મોબાઈલ ફૂટેજ, ફેસબુક પોસ્ટ પણ સામેલ છે. આ મામલે લગભગ 30 લોકો શંકાના ઘેરામાં હતાં. પરંતુ તેમના વિરુદ્ધ કોઈ પુરાવા નહતાં મળ્યાં. જ્યારે જેએનયુ પ્રશાસન, એબીવીપી વિદ્યાર્થી, સિક્યોરિટી ગાર્ડ અને કેટલાક વિદ્યાર્થીઓ સાક્ષી તરીકે છે. 


વાત જાણે છે કે 9 ફેબ્રુઆરી 2016માં જેએનયુ કેમ્પસમાં અફઝલ ગુરુની ફાંસીના વિરોધમાં એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં દેશવિરોધી સૂત્રોચ્ચાર થયા હતાં. પોલીસે તે સમયે દિલ્હીના વસંતકુંજ નોર્થ પોલીસ સ્ટેશનમાં કન્હૈયા કુમાર, ઉમર ખાલિદ, અનિર્બાન ભટ્ટાચાર્યની ધરપકડ કરી હતી. ત્યારબાદ દિલ્હી હાઈકોર્ટે તેમને સશર્ત જામીન આપ્યા હતાં. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...