દિલ્હી: રાજસ્થાન કોંગ્રેસ (Congress) માં આંતરિક કલેહ વધતો જાય છે. સૂત્રના હવાલે જાણવા મળ્યું છે કે સીએમ અશોક ગેહલોત અને સચિન પાઈલટ વચ્ચે મતભેદ વધી રહ્યાં છે. સૂત્રોના જણાવ્યાં મુજબ માનેસરમાં કોંગ્રેસના 10થી વધુ ધારાસભ્યો છે. પાઈલટ કેમ્પના અનેક ધારાસભ્યોના ફોન બંધ છે. ધારાસભ્યોને દિલ્હી બોલાવવામાં આવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બધા વચ્ચે સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે રાજસ્થાન એસઓજીએ ડેપ્યુટી સીએમ સચિન પાઈલટને નોટિસ મોકલી છે. નોટિસ મળવાથી સચિન પાઈલટ સરકાર સામે નારાજ છે. સચિન પાઈલટ પોતાના અનેક સમર્થક ધારાસભ્યો સાથે દિલ્હીમાં છે. 


સૂત્રોના જણાવ્યાં મુજબ પાઈલટે હવે પ્રેશર પોલિટિક્સનું વલણ અપનાવ્યું છે. PCC ચીફનું પદ ન છોડવા માટે પ્રેશર બનાવવામાં આવી રહ્યું છે. હાઈકમાન્ડ તરફથી પાઈલટને ઈશારો મળી ચૂક્યો હતો. બીજી બાજુ સીએમ ગહેલોતના CMRમાં મંત્રીઓની અવરજવરનો સિલસિલો ચાલુ છે. આ બાજુ મંત્રી હરીશ ચૌધરી, ટીકારામ જૂલી, ભંવર સિંહ ભાટી, ભજનલાલ જાટવ, સાલેહ મોહમ્મદ, મહેન્દ્ર ચૌધરી, મહેશ જોશી, બાબુલાલ નાગર, રામલાલ જાટ પણ પહોંચી ગયા છે. 


સચિન પાઈલટ રાજસ્થાન કોંગ્રેસના અધ્યક્ષ અને નાયબ મુખ્યમંત્રી છે. 2018માં રાજસ્થાનમાં કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ વરિષ્ઠ નેતા અશોક ગેહલોત અને સચિન પાઈલટ બંને સીએમ પદની રેસમાં હતાં. પરંતુ પાર્ટી હાઈકમાને અશોક ગેહલોતને સીએમ પદની જવાબદારી સોંપી અને સચિન પાઈલટને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યાં. ગેહલોત અને પાઈલટ વચ્ચે સત્તા સંતુલન જાળવવા માટે સચિન પાઈલટને રાજસ્થાન કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યાં. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube