જયપુર: રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અને ડેપ્યુટી સીએમ સચિન પાયલટ (Sachin Pilot)ના બાગી વલણ બાદ અશોક ગેહલોત (Ashok Gahlot)ની સરકાર સંકટમાં મુકાઇ ગઇ છે. આ દરમિયાન સમાચાર સામે આવ્યા છે કે સચિન પાયલટ વિરૂદ્ધ પાર્ટી કડક પગલાં ભરી શકે છે. કોંગ્રેસના ધારાસભ્ય દળની બેઠક બાદ એક પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રસ્તાવમાં લખવામાં આવ્યું છે કે ધારાસભ્યોએ માંગ કરી છે કે કોંગ્રેસ સરકાર અથવા પાર્ટીને નબળી પાડવા માટે ષડયંત્ર રચનાર ધારાસભ્યો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. 
રાજસ્થાનના રાજકીય નાટકમાં પ્રિયંકા ગાંધીની એન્ટ્રી, સચિન પાયલટ સાથે ફોન પર કરી વાત


મુખ્યમંત્રી અશોક ગેહલોતના આવાસ પર જયપુરમાં કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક થઇ. બેઠકમાં લગભગ 10 ધારાસભ્ય પહોંચ્યા. ધારાસભ્ય દળની બેઠક બાદ કોંગ્રેસ ધારાસભ્યોને હોટલમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. તમામ ધારાસભ્યોને જયપુર-દિલ્હી હાઇવે પર બનેલી હોટલમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. જયપુરથી 20 કિલોમીટર દૂર ફેર મોન્ટ હોટલમાં ધારાસભ્યોને શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. આ તમામ ધારાસભ્ય દળ બેઠકમાં સામેલ થનાર ધારાસભ્ય છે. પાર્ટી દ્વારા સચિન પાયલટને મનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. 

રાજસ્થાન સંકટ: ધારાસભ્યો તૂટવાનો ખતરો, MLAs સાથે હોટલમાં શિફ્ટ થયા ગેહલોત


સચિન પાયલટને મનાવાનો પ્રયત્ન
પ્રિયંકા ગાંધી પણ સંકટને દૂર કરવા માટે મોરચો સંભાળી લીધો છે. પ્રિયંકા ગાંધી ઉપરાંત રાહુલ ગાંધી સહિત 5 મોટા નેતાઓએ સચિન પાયલટ સાથે વાત કરી અને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ પહેલાં રાહુલ ગાંધી, કેસી વેણુગોપાલ અને રણદીપ સુરજેવાલા સચિન પાયલટને સમજાવવાનો પ્રયત્ન કરી ચૂક્યા છે. 


અશોક ગેહલોતનો દાવો છે કે તેમની પાસે 109 ધારાસભ્ય છે. એટલે કે બહુમતના આંકડા 101થી વધુ તેમની પાસે ધારાસભ્ય છે. જોકે સચિન પાયલટનું કહેવું છે કે તેમની પાસે 25 ધારાસભ્ય છે. 


જો કે સચિન પાયલટ રાજસ્થાન સરકારમાં ગૃહ મંત્રાલય અને નાણા મંત્રાલય પોતાના જૂથના મંત્રીઓ પાસે ઇચ્છે છે. તેમની ઇચ્છા છે કે આ બંને મંત્રાલય સચિન પાયલટના આધિપત્યમાં રહે. તેના પર અશોક ગેહલોતની સહમતિની રાહ જોવામાં આવી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube