રાજસ્થાન સંકટ: ધારાસભ્યો તૂટવાનો ખતરો, MLAs સાથે હોટલમાં શિફ્ટ થયા ગેહલોત

રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અને ડેપ્યુટી સીએમ સચિન પાયલટના બાગી તેવર બાદ અશોક ગેહલોત સરકાર સંકટમાં આવી ગઇ છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતના આવાસ પર જયપુરમાં કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક થઇ.

Updated By: Jul 13, 2020, 04:59 PM IST
રાજસ્થાન સંકટ: ધારાસભ્યો તૂટવાનો ખતરો, MLAs સાથે હોટલમાં શિફ્ટ થયા ગેહલોત

જયપુર/નવી દિલ્હી: રાજસ્થાન અત્યારે દેશના રાજકારણનું કેન્દ્ર બનેલું છે. રાજસ્થાનનું રાજકારણના તરંગો દિલ્હી સુધી મહેસૂસ કરવામાં આવી રહ્યા છે. સચિન પાયલટની નારાજગીથી અશોક ગેહલોત સરકાર પર સંકટ પર વાદળ છવાયા છે. કોંગ્રેસ હવે સચિન પાયલટને મનાવવાનો પ્રયત્ન કરી રહી છે. અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે સુલેહ માટે પ્રિયંક ગાંધીએ હસ્તક્ષેપ કર્યો છે પરંતુ તેમછતાં કોંગ્રેસને પોતાના ધારાસભ્યોના તૂટવાનો ખતરો લાગી રહ્યો છે. એટલા માટે કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને જયપુરની હોટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતના આવાસ પર જયપુરમાં કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક થઇ. બેઠકમાં લગભગ 101 ધારાસભ્ય પહોંચ્યા. 

- રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અને ડેપ્યુટી સીએમ સચિન પાયલટના બાગી તેવર બાદ અશોક ગેહલોત સરકાર સંકટમાં આવી ગઇ છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતના આવાસ પર જયપુરમાં કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક થઇ. બેઠકમાં લગભગ 10 ધારાસભ્ય પહોંચ્યા. ધારાસભ્ય દળની બેઠક બાદ કોંગ્રેસ ધારાસભ્યોને હોટલમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. તમામ ધારાસભ્યોને જયપુર-દિલ્હી હાઇવે પર બનેલી હોટલમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. જયપુરથી 20 કિલોમીટર દૂર ફેર મોન્ટ હોટલમાં ધારાસભ્યોને શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. આ તમામ ધારાસભ્ય દળ બેઠકમાં સામેલ થનાર ધારાસભ્ય છે. પાર્ટી દ્વારા સચિન પાયલટને મનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. 

- કોંગ્રેસ મહાસચિવ વેણુગોપાલે કહ્યું કે સચિન પાયલોટને મનાવવાના પ્રયત્નો ચાલુ છે
- કોંગ્રેસ ધારાસભ્યની બેઠકમાં સચિન પાયલટના 10 સમર્થક ધારાસભ્યો પહોંચ્યા.
- રાજસ્થાન કોંગ્રેસ ઓફિસમાં સચિન પાયલોટના પોસ્ટર ફરી લગાવ્યા છે. સવારે દૂર કરવામાં આવ્યા હતા પોસ્ટર. 

-બેઠકનો સમય બદલવામાં આવ્યો છે. સચિન પાયલટ કેમ્પના ધારાસભ્યોની રાહ જોવાઇ રહી છે. સુરજેવાલે પાયલટને પરત આવવાની અપીલ કરી છે. પાયલટ કેમ્પના ધારાસભ્ય ચેતન ડૂડી પણ પરત બેઠકમાં પહોંચ્યા. કદાચ સચિન પાયલટનો સંદેશો લઇને ડૂડી પહોંચ્યા છે. 

-રાજસ્થાનમાં રાજકીય ઘમાસન તેજ થઇ ગયું છે. પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયથી સચિન પાયલટના પોસ્ટર દૂર કરવામાં આવ્યા છે. પાર્ટીએ સંકેત આપ્યા છે કે જલદી પીસીસી અધ્યક્ષની જાહેરાત થશે. આગામી પીસીસી અધ્યક્ષ રઘુવીર મીણાને બનાવવામાં આવી શકે છે. 

- સરકારી મુખ્ય સચેતક મહેશ જોશીએ કહ્યું કે ધારાસભ્ય દળની બેઠક માટે જાહેર કરવામાં આવેલા વ્હિપને ખોટો ગણાવનાર પોતે ખોટા છે. વ્હિપને પડકાર આપવાનો મામલો કાનૂની દાયરામાં છે. પાર્ટી નેતૃત્વના નિર્દેશ પર બેઠક માટે વ્હિપ જાહેર કરવામાં આવ્યો છે. 

- કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કેસી વેણુગોપાલના આગમનમાં મોડું થઇ રહ્યું છે. 11:40 વાગ્યા સુધી જયપુર પહોંચી શકે છે. પહેલાં વેણુગોપાલ સવારે 10:30 વાગે આવવાના હતા. વેણુગોપાલ ચાર્ટર ફ્લાઇટથી ત્રિવેંદ્રમથી જયપુર આવી રહ્યા છે. રામલાલ મીણા અને ગોપાલ મીણા મુખ્યમંત્રી આવાસ પર પહોંચી ગયા છે. 

- બસપાથી કોંગ્રેસમાં આવેલા પાંચ ધારાસભ્ય મુખ્યમંત્રી આવાસ પર પહોંચ્યા. રફીક ખાન બસપામાંથી કોંગ્રેસમાં આવેલા ધારાસભ્યોને લઇને પહોંચ્યા. એક જ ગાડીમાં તમામ ધારાસભ્યો પહોંચ્યા. 

- કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક અત્યાર સુધી 81 MLA પહોંચ્યા છે. સચિન પાયલટ જુથના ધારાસભ્ય બેઠકમાં ભાગ લેવા ન પહોંચ્યા.

- ગુરમીત સિંહ કુન્નર સુખરામ બિશ્નોઇ, કિશના રામ વિશ્નોઇ પદમારામ, હાકમ અલી અને શકુંતલા રાવત મુખ્યમંત્રી આવાસ પર પહોંચ્યા. 

- સચિન પાયલોટની સાથે કોંગ્રેસના ઘણા ધારાસભ્ય દિલ્હી-NCRમાં છે. જયપુરમાં ધારાસભ્ય દળની બેઠક છતાં એક ડઝનથી વધુ ધારાસભ્ય બહાર છે. 

- રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ પર ભાજપના વરિષ્ઠના નેતા અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઓમ માથુરે કહ્યું કે 'રાજસ્થાનના લોકોએ કોંગ્રેસને રાજ્યમાં સરકાર બનાવવાની તક આપી હતી. તેમણે તેનો યોગ્ય ઉપયોગ કરવો જોઇએ. સીએમને પોતાની સરકાર યથાવત રાખવી જોઇતી હતી, પરંતુ એવું કરી શક્યા નહી. તેમની પાર્ટીના ધારાસભ્ય તેમનાથી ખુશ નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube