નવી દિલ્હી: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં નાણાકીય વર્ષ 2022-23 માટે બજેટ રજૂ કર્યું. એકબાજુ જ્યાં સરકાર બજેટને સફળ બતાવી રહી છે ત્યાં અનેક રાજકીય પક્ષોના નેતાઓ આ બજેટમાં ખુબ કમી ગણાવી રહ્યા છે. આવો જાણીએ આ બજેટ પર કોણે શું કહ્યું? કેન્દ્રીય અલ્પસંખ્યક કાર્યમંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલું સામાન્ય બજેટ આફતમાં પણ આત્મનિર્ભર ભારતના અવસરને આશ્વસ્ત કરનારું અને આગળ વધારનારું બજેટ છે. વૈશ્વિક આર્થિક તંગી-મંદી વચ્ચે વિશ્વાસ અને વિકાસને આત્મનિર્ભર ભારતની દોરીથી બાંધતુ બજેટ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બજેટ પર કેન્દ્રીય વન અને પર્યાવરણ રાજ્યમંત્રી અશ્વિની ચૌબેએ કહ્યું કે આઝાદીના અમૃત મહોત્સવ વચ્ચે આ અમૃત બજેટ છે અને તે સામાન્ય માણસની આકાંક્ષાઓને અનુરૂપ છે. આત્મનિર્ભર ભારત બનાવવાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંકલ્પને પૂરું કરનારું બજેટ બધાનો સાથ બધાનો વિકાસ ના મૂળ મંત્ર પર આધારિત છે. કારણ કે બજેટમાં મહિલાઓ, યુવાઓ, કિસાનો, લઘુ ઉદ્યમીઓ, વેપારીઓ તમામનો ખ્યાલ રખાયો છે. 


તેમણે કહ્યું કે કોરોનાની વિપરિત પરિસ્થિતિઓ છતાં અન્ય દેશોની સરખામણીમાં ભારતની અર્થવ્યવસ્થા મજબૂત રહી. આ બજેટથી અર્થવ્યવસ્થા મજબૂત થશે અને વિકાસને વધુ ઝડપ મળશે. 


મલ્લિકાર્જૂન ખડગે
વિપક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે આ ગરીબોનું નહીં પરંતુ અમીરોને ફાયદો પહોંચાડનારું બજેટ છે. શિવ પ્રતાપ શુક્લા કે જે પૂર્વ નાણારાજ્યમંત્રી રહી ચૂક્યા છે તેમણે કહ્યું કે આ બજેટમાં તમામ વર્ગોનું ધ્યાન રખાયું છે. કોઈ બાકી નથી. તેમણે કોંગ્રેસ પાર્ટી તરફથી થયેલી ટીકા પર કહ્યું કે કોંગ્રેસ પાર્ટીના આરાપ યોગ્ય નથી. 


India Budget 2022: સંસદમાં Nirmala sitharaman budget speech, બજેટની તમામ અપડેટ માટે કરો ક્લિક


કોંગ્રેસે બજેટને ગણાવ્યું વિશ્વાસઘાત
કોંગ્રેસે બજેટ રજૂ થયા બાદ આરોપ લગાવ્યો કે સરકારે દેશના વેતનભોગી વર્ગ અને મધ્યમવર્ગને રાહત ન આપીને તેમની સાથે વિશ્વાસઘાત કર્યો છે. પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ ટ્વીટ કરીને કહ્યું કે ભારતના વેતનભોગી વર્ગ અને મધ્યમવર્ગ મહામારી, વેતનમાં ચારેબાજુ કાપ અને કમરતોડ મોંઘવારીના આ સમયમાં રાહતની આશા રાખી બેઠા હતા. નાણામંત્રી અને પ્રધાનમંત્રીએ એકવાર ફરીથી પોતાના પ્રત્યક્ષ કર સંબંધિત પગલાથી આ વર્ગોને ખુબ નિરાશા આપી છે. 


Budget: નાણામંત્રી બજેટ રજૂ કરતા હતા તે સમયે રાહુલ ગાંધી કરતા હતા એવું કામ...થયા ખુબ ટ્રોલ


કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ કહ્યું કે આ ખુબ સમાવેશી બજેટ છે. આ બજેટ ગરીબ, ગામડા અને પૂર્વોત્તર માટે છે. આ બજેટમાં નાણાકીય ક્ષેત્રમાં ખુબ રિફોર્મ લાવવામાં આવ્યા છે. જે પ્રકારે અર્થવ્યવસ્થામાં રિકવરી થઈ છે તે રીતે તે ખુબ સારું બજેટ છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube