Maharashtra: માત્ર 9 કલાકમાં પલટી ગઈ બાજી અને બની ગઈ BJPની સરકાર, જાણો ક્યારે શું થયું?
મહારાષ્ટ્ર(Maharashtra)માં આજનો શનિવાર કોઈ સુપર શનિવાર જોવા મળ્યો. બધાને ચોંકાવતા ભાજપ(BJP)એ દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)એ મુખ્યમંત્રી અને એનસીપી(NCP)ના અજીત પવાર (Ajit Pawar)એ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા. લગભગ આઠ કલાક ચાલેલી ગડમથલમાં શિવસેના-કોંગ્રેસ-એનસીપી પાસેથી સરકીને ભાજપના હાથમાં આવી ગઈ. જાણો આ સમગ્ર ઘટનાક્રમ....ક્યારે, શું થયું.
મુંબઈ: મહારાષ્ટ્ર(Maharashtra)માં આજનો શનિવાર કોઈ સુપર શનિવાર જોવા મળ્યો. બધાને ચોંકાવતા ભાજપ(BJP)એ દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)એ મુખ્યમંત્રી અને એનસીપી(NCP)ના અજીત પવાર (Ajit Pawar)એ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા. લગભગ આઠ કલાક ચાલેલી ગડમથલમાં શિવસેના-કોંગ્રેસ-એનસીપી પાસેથી સરકીને ભાજપના હાથમાં આવી ગઈ. જાણો આ સમગ્ર ઘટનાક્રમ....ક્યારે, શું થયું.
‘આવતીકાલે સરકાર બનાવશુ’ એમ વિચારીને સૂઈ ગયા, સવારે ઉઠ્યા તો દેવેન્દ્ર ફડણવીસ શપથ લઈ રહ્યા હતા
- શુક્રવારે રાતે લગભગ 11.45 વાગે અજીત પવાર અને ભાજપ વચ્ચે ડીલ થઈ.
- લગભગ 11.55 વાગે ફડણવીસે પાર્ટી સાથે વાત કરી અને શિવસેના-એનસીપી-કોંગ્રેસ દાવો કરે તે પહેલા શપથ ગ્રહણ કરવાનો આગ્રહ કર્યો.
શું છે એન્ટી ડિફેક્શન લો, જેની ચેતવણી શરદ પવારે બગાવતી ધારાસભ્યોને આપી...
- રાતે 2.10 વાગે રાજ્યપાલના સચિવને કહેવામાં આવ્યું કે વહેલી સવારે 5.47 વાગે રાષ્ટ્રપતિ શાસન હટાવવાનો આદેશ દાખલ કરે અને 6.30 વાગે શપથ ગ્રહણ કરવાની વ્યવસ્થા કરે.
- રાતે 2.30 વાગે સચિવને સૂચિત કરવામાં આવ્યું કે તેઓ બે કલાકમાં ફાઈલ દાખલ કરી દેશે અને 7.30 વાગે શપથ ગ્રહણ કરવાની તેમણે સલાહ આપી.
- શુક્રવારે રાતે 11.45 વાગ્યાથી શનિવારે સવારે 9 વાગ્યા સુધી અજીત પવાર દેવેન્દ્ર ફડણવીસ સાથે રોકાયા અને શપથ ગ્રહણ કરતા પહેલા તેમણે જવાનું ન હતું.
- સવારે 5.30 વાગે અજીત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ રાજભવન પહોંચ્યાં.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube