ચંડીગઢઃ નવજોત સિંહ સિદ્ધુના કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપવાની સાથે પ્રદેશની રાજનીતિમાં રાજકીય ભૂકંપ જોવા મળી રહ્યો છે. બેઠકોનો જોર ચાલી રહ્યો છે. એક તરફ નવા મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ બુધવારે કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. તો કેપ્ટન અમરિંદર સિંહના સમર્થકો ધારાસભ્યોએ ફ્લોર ટેસ્ટની માંગ કરી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવજોત સિંહ સિદ્ધુના રાજીનામા બાદ અત્યાર સુધી પંજાબ કોંગ્રેસના અનેક નેતાઓએ રાજીનામુ આપ્યું છે. તેમાં કેબિનેટ મંત્રી રઝિયા સુલ્તાનાની સાથે-સાથે મોહમ્મદ મુસ્તફા, સુખવિંદર સિંહ ડૈની અને કુલજીત સિંહ નાગરનું નામ મુખ્ય છે. આ સમયે બધા નેતાઓ સાથે પટિયાલા સ્થિત નવજોત સિંહ સિદ્ધુના આવાસ પર બેઠક થઈ રહી છે. સૂત્રોનું કહેવુ છે કે પંજાબના મંત્રી પરગટ સિંહ અને કોંગ્રેસ ધારાસભ્ય કુલબીર સિંહ જીરા પણ સિદ્ધુના પટિયાલા સ્થિત આવાસ પર યોજાયેલી બેઠકમાં સામેલ થયા છે. 


તો અન્ય સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર કેપ્ટન અમરિંદર સિંહના નજીકના ધારાસભ્યોએ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પાસે રાજ્ય વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ કરાવવાનો આગ્રહ કર્યો છે. 


આ પણ વાંચોઃ પંજાબ કોંગ્રેસમાં ભંગાણ, સિદ્ધુના સમર્થનમાં કેબિનેટ મંત્રી રઝિયા સુલ્તાનાએ આપ્યું રાજીનામું  


ચન્નીએ બોલાવી કેબિનેટની બેઠક
નવજોત સિંહ સિદ્ધુના પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપ્યા બાદ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ બુધવારે સવારે 10.30 કલાકે પોતાના મંત્રીમંડળની બેઠક બોલાવી છે. કેબિનેટના એજન્ડાને લઈને હજુ સ્થિતિ સ્પષ્ટ નથી. 


સિદ્ધુનો કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોનો મળ્યો સાથ
પંજાબના ભોલાથથી કોંગ્રેસના ધારાસભ્ય સુખપાલ સિંહ ખૈરાએ મંગળવારે કહ્યુ કે, નવજોત સિંહ સિદ્ધુએ 'પંજાબમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ એક સ્ટેન્ડ લીધુ હતું.' ખૈરાએ કહ્યુ- જો તમના સૂચનો પર ધ્યાન ન આપવામાં આવ્યું તો તે મૌન અધ્યક્ષ ન રહી શકે. અમે તમને રાજીનામુ પરત લેવાનો આગ્રહ કરીએ છીએ અને હાઈકમાન્ડને તેમની ફરિયાદનું નિવારણ કરવાની વિનંતી કરીએ છીએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube