લોકસભા 2024માં કોંગ્રેસને નડશે વારસાનો ઈતિહાસ? જાણો આ વખતે ચૂંટણીમાં શું છે ગણિત
ઉત્તર પ્રદેશની લડાઈ હવે નવી દિશા પકડી રહી છે. માહિતી એ પણ સામે આવી રહી છે કે, `યુપીના દો લડકો કી જોડી` ફરી મેદાનમાં આવાની તૈયારી કરી રહી છે. અખિલેશ યાદવ પોતાની ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે અને ચર્ચા છેકે, રાહુલ ગાંધી ફરીથી અમેઠીથી ચૂંટણી લડી શકે છે..માહિતી એ પણ છેકે, પ્રિયંકા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે.
Loksabha Election 2024: ચર્ચા એ પણ છેકે, રાહુલ ગાંધી બીજા તબક્કાના મતદાન બાદ ફરી પોતાની પરંપરાગત બેઠક પરથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. આ દાવાઓને વેગ એટલા માટે મળી રહ્યો છે કેમ કે, અખિલેશ યાદવે પોતાની પરંપરાગત બેઠક પરથી ઉમેદવારી નોંધાવી લીધી છે. જી હાં, હવે માહિતી એ સામે આવી છેકે, રાહુલ ગાંધી અમેઠી અને પ્રિયંકા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડશે. મહત્વની વાત તો એ છેકે, રાહુલ અને પ્રિયંકા ઉમેદવારી નોંધાવ્યા પહેલાં રામલલ્લાના દર્શન પણ કરશે.
પીએમ મોદીએ ફરી એકવાર પરિવારવાદના હથિયારથી સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ પર પ્રહાર કર્યો.પ્રધાનમંત્રી મોદી ઉત્તર પ્રદેશના માં ચૂંટણી સભાને સંબોધી રહ્યા હતા. અને તેની સભાની થોડી ક્ષણો પહેલાં જ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કનૌજ બેઠક પરથી પોતાની ઉમેદવારી નોંધાવી.
ઉત્તર પ્રદેશની લડાઈ હવે નવી દિશા પકડી રહી છે. માહિતી એ પણ સામે આવી રહી છે કે, 'યુપીના દો લડકો કી જોડી' ફરી મેદાનમાં આવાની તૈયારી કરી રહી છે. અખિલેશ યાદવ પોતાની ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે અને ચર્ચા છેકે, રાહુલ ગાંધી ફરીથી અમેઠીથી ચૂંટણી લડી શકે છે. માહિતી એ પણ છેકે, પ્રિયંકા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે..બીજા તબક્કાના મતદાન બાદ ઔપચારિક જાહેરાત થઈ શકે છે. ઉમેદવારી નોંધાવ્યા પહેલાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી રામલલ્લાના દર્શન કરવા માટે અયોધ્યા પણ જશે..મળતી માહિતી પ્રમાણે 1 મેના રોજ રાહુલ ગાંધી અમેઠીથી ફોર્મ ભરશે. જોકે, કોંગ્રેસે આ મુદ્દે મૌન સેવી રાખ્યું છે.
સમાજવાદી પાર્ટીના મુખિયા અખિલેશ યાદવે કનૌજ બેઠક પરથી પોતાની ઉમેદવારી નોંધાવી અને રાહુલ ગાંધીના અમેઠીથી ચૂંટણી લડવા પર કહ્યું કે, હવે બધા જ આવશે.આ બધા વચ્ચે વિપક્ષના અનેકતામાં એકતાના દાવાને પણ પ્રધાનમંત્રી મોદીએ ચૂંટણી હથિયાર બનાવી લીધો છે. હવે પ્રધાનમંત્રી સીધા જ વિપક્ષને પ્રધાનમંત્રી પદના ઉમદેવારનું નામ પૂછી રહ્યા છે અને વિપક્ષની સરકારનો ફોર્મ્યૂલા બતાવીને ઈન્ડિયા ગઠબંધનને ઘેરી રહ્યા છે.બીજી તરફ રાહુલ ગાંધી દેશવાસીઓને હિન્દુસ્તાનીઓની સરકાર બનાવવા માટે અપીલ કરી રહ્યા છે..
26 તારીખે બીજા તબક્કાનું મતદાન છે. બીજા તબક્કાના મતદાન બાદ લોકસભા ચૂંટણી 2024ની સૌથી રસપ્રદ તસવીર દેશવાસીઓ સામે આવશે.. એ સત્ય સામે આવશે કે રાહુલ ગાંધી વાયનાડથી જ ચૂંટણી લડશે કે પછી અમેઠીથી પણ ચૂંટણીના જંગમાં આવશે.