Nitin Gadkari: કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને મોદી સરકારના ખુબ નજીકના ગણતા નિતિન ગડકરી હંમેશાથી પોતાના બેબાક બયાનો એટલેકે, નિવેદનનોને કારણે ચર્ચામાં રહ્યાં છે. ત્યારે ફરી એકવાર મોદી સરકારના આ દિગ્ગજ મંત્રીએ એક એવું નિવેદન આપ્યું છે, જે સાંભળીને વિપક્ષની સાથો-સાથ ભાજપ અને સત્તાપક્ષ પણ પરેશાન થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'આપણે ચોથી વાર આવીશું તેની કોઈ ગેરંટી નથી પણ'...
નીતિન ગડકરી તેમના બેબાક નિવેદનો માટે જાણીતા છે. એ જ રીતે રવિવારે નાગપુરમાં એક કાર્યક્રમમાં તેણે એવી વાત કહી કે ત્યાં હાજર બધા હસી પડ્યા. વાસ્તવમાં તેમની સાથે મંચ પર કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે પણ હાજર હતા. નીતિન ગડકરીએ અલગ-અલગ સરકારમાં મંત્રી રહી ચૂકેલા આઠવલે વિશે મજાકમાં કહ્યું હતું કે અમારી સરકાર ચોથી વખત પરત આવશે તેની કોઈ ગેરંટી નથી, પરંતુ રામદાસ આઠવલે મંત્રી બનશે તેની ગેરંટી (ખાતરી) ચોક્કસ છે.


નોંધનીય છે કે રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (RPI)ના નેતા રામદાસ આઠવલે ત્રણ વખત કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે અને તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જો બીજેપી જીતશે તો તેઓ આગામી વખતે પણ મંત્રી બનશે. તે જ પૃષ્ઠભૂમિમાં, ગડકરીએ ટિપ્પણી કરી કે તેમણે આ ફક્ત મજાકમાં કહ્યું હતું.


અમને 10થી 12 બેઠકો મળવી જોઈએઃ આઠવલે
દરમિયાન નવેમ્બરમાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ કહ્યું કે તેમની પાર્ટી RPI (A), જે શાસક મહાગઠબંધનનો ભાગ છે, તેને આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ઓછામાં ઓછી 10 થી 12 બેઠકો પર ચૂંટણી લડવાની તક મળવી જોઈએ. નાગપુરમાં એક પત્રકાર પરિષદને સંબોધતા, આઠવલેએ જણાવ્યું હતું કે RPI(A) તેના પક્ષના ચિન્હ પર ચૂંટણી લડશે અને ઉત્તર નાગપુર, ઉમરેડ (નાગપુર), યવતમાલ અને વાશિમમાં ઉમરખેડ સહિત વિદર્ભમાં ત્રણથી ચાર બેઠકો માંગશે.


રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (આઠવલે) મહાયુતિ ગઠબંધનનો એક ભાગ છે, જેમાં ભાજપ, મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના અને અજિત પવારની એનસીપીનો સમાવેશ થાય છે.


કેન્દ્રીય મંત્રીએ કહ્યું, "RPI (A) એ 18 સંભવિત બેઠકોની સૂચિ બનાવી છે, જે તે થોડા દિવસોમાં મહાયુતિના સહયોગી પક્ષો સાથે શેર કરશે અને સીટ વહેંચણી કરારમાં તેને ઓછામાં ઓછી 10 થી 12 બેઠકો મળવાની અપેક્ષા છે." તેમણે કહ્યું. ભાજપ, શિવસેના અને એનસીપીએ તેમના ક્વોટામાંથી તેમની પાર્ટીને ચાર-ચાર બેઠકો આપવી જોઈએ.