Govt Job Notification: `સરકાર વિરૂદ્ધ કર્યું વિરોધ-પ્રદર્શન તો નહી મળે નોકરી`
ડીજીપી એસકે સિંઘલ તરફ્થી જાહેર કરવામાં આવેલા આ ફરમાનમાં કહેવામાં આવ્યું છે કે સરકારી કોન્ટ્રાક્ટ, સરકારી નોકરી, હથિયારનું લાઇસન્સ અને પાસપોર્ટ માટે પોલિસ વેરિફિકેશન રિપોર્ટ લેવો જરૂરી છે.
પટના: બિહારમાં જો તમે કોઇપણ માંગને લઇને પ્રદર્શન કર્યું તો પછી તમારા માટે મુસિબત બની શકે છે. નીતીશ કુમાર સરકારે મંગળવારે એક નવું ફરમાન જાહેર કર્યું, જેમાં કહેવામાં આવ્યું છે કે જો રાજ્યમાં કોઇ પ્રદર્શન કરે છે તો પછી પોલીસ દ્રારા તેનું કેરેક્ટર સર્ટિફિકેટ ખરાબ કરવામાં આવશે.
ડીજીપી એસકે સિંઘલ તરફ્થી જાહેર કરવામાં આવેલા આ ફરમાનમાં કહેવામાં આવ્યું છે કે સરકારી કોન્ટ્રાક્ટ, સરકારી નોકરી, હથિયારનું લાઇસન્સ અને પાસપોર્ટ માટે પોલિસ વેરિફિકેશન રિપોર્ટ લેવો જરૂરી છે.
આ પત્રમાં ડીજીપી સિંઘલે કહ્યું કે જો કોઇ રાજ્યમાં પ્રદર્શન દરમિયાન ક્રાઇમ ઘટનાને અંજામ આપે છે અને આમ કરવા માટે જો પોલીસ દ્રારા તેને ચાર્જશીટ કરવામાં આવે છે તો તેના વિશે સંબંધિત વ્યક્તિના કેરેક્ટર વેરિફિકેશન રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ હોવો જોઇએ.
VIDEO: માર્યો લોચો... પાણી સમજી સેનિટાઇઝર પી ગયા BMC ના અધિકારી, અને પછી...
બિહાર પોલીસના નવા ફરમાન અનુસાર જોઇ કોઇ વ્યક્તિ કોઇ વિધિ વ્યવસ્થાની સ્થિતિ, વિરોધ પ્રદર્શન, ટ્રાફિક જામ વગેરે કેસમાં સંલિપ્ત થઇને કોઇ ક્રિમિનલ કૃત્યમાં સામેલ થાય છે અને તેને કાર્ય માટે પોલીસ દ્રારા પત્ર જાહેર કરવામાં આવે છે તો તેના સંબંધમાં કેરેક્ટર વેરિફિકેશન રિપોર્ટમાં વિશિષ્ટ તથા સ્પષ્ટ રૂપથી પ્રવિશિષ્ટિ કરવામાં આવે. એવા વ્યક્તિઓને ગંભીર પરિણામો માટે તૈયાર રહેવું જોઇએ.
નાના શહેરોમાં દોડશે MetroNeo અને MetroLite, શું તમારું શહેર છે આ યાદીમાં
આરજેડી નેતા તેજસ્વી યાદવે ટ્વીટ કરીને લખ્યું 'મુસોલિની અને હિટલરને પડકાર ફેંકી રહ્યા છે નીતીશ કુમાર કહે છે જો કોઇએ સત્તા વ્યવસ્થાના વિરૂદ્ધ ધરણા પ્રદર્શન કરી પોતાના લોકતાંત્રિક અધિકારનો પ્રયોગ કર્યો તો તમને નોકરી નહી મળે. એટલે કે નોકરી પણ નહી આપે અને વિરોધ પણ પ્રગટ નહી કરવા દે. બિચારા 40 સીટના મુખ્યમંત્રી કેટલા ડરેલા છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube