નવી દિલ્હી: ડેપ્યુટી સીએમ સુશીલ મોદી વિપક્ષી દળોને સંવેદનહીન ગણાવતાં કહ્યું કે કોરોના સંક્રમણ અને લોકડાઉનથી ઉત્પન્ન થયેલા સંકટના સમયે ભાજપ-જેડીયૂના ધારાસભ્યોએ પોતાનો એક-એક મહિનાનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં આપ્યો છે. પરંતુ આરજેડી અને કોંગ્રેસના ધારાસભ્યોએ રાહત ફંડમાં એક પૈસો પણ આપ્યો નથી, પરંતુ ધારાસભ્ય ફંડમાંથી 50 લાખ રૂપિયા આપવાનો વિરોધ કરી પોતાની સંવેદનહીનતા પણ ઉજાગર કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુશીલ મોદીએ કહ્યું કે અમારી સરકાર રાજ્યની બહાર ફસાયેલા લોકોને મદદ પહોંચાડી રહી છે. હવે બિહાર સરકાર ખાસ રેલવે દ્વારા બહાર ફસાયેલા લોકોની ઘર વાપસી કરી રહી છે. પરંતુ બહારથી આવનાર લોકોને પહેલાં કોરોન્ટાઇન સેન્ટરમાં 21 દિવસ સુધી રહેવું પડશે. તેના માટે પંચાયત સ્તર પર બનાવવામાં આવેલા કોરોન્ટાઇન સેન્ટરમાં લોકો માટે રૂમાલ, સાબુ ખાવા-પીવાની વ્યવસ્થા સાથે તેમના માટે વધારાના શૌચાલયના નિર્માણ સાથે મેડિકલ વ્યવસ્થા પણ કરાવવામાં આવી રહી છે. 


સુશીલ મોદીના નિવેદનથી ભટકેલા કોંગ્રેસના વિધાન પરિષદના સભ્ય પ્રેમ ચંદ્વ મિશ્રાએ સુશીલ કુમાર મોદીના આ નિવેદનને સફેદ ઝૂઠ ગણાવ્યું. તેમણે ડેપ્યુટી સીએમને પડકાર ફેંક્યો કે તે સાબિત કરે કે કોંગ્રેસ MLA, MLC એ પોતાનો એક મહિનાનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવશે નહી. નહી તો સુશીલ મોદીને તાત્કાલિક કોંગ્રેસ નેતાઓ પાસે માફી માંગવી જોઇએ. 


તેમણે કહ્યું કે 30 માર્ચના રોજ અને તેના પહેલાં કોંગ્રેસ વિધાનમંડળ દળના નેતા સદાનંદ સિંહ અને પ્રદેશ અધ્યક્ષ મદન મોહન ઝાએ કોરોના સંક્રમણ સામે લડવા માટે મુખ્યમંત્રી ફંડમાં પોતાનો એક મહિનાનો પગાર જમા કરાવ્યો હતો, જેનો પુરાવો પણ છે. ત્યારબાદ પણ જો ઉપમુખ્યમંત્રી આ સંબંધમાં ખોટું બોલે છે તો તેમને મુખ્યમંત્રી સચિવાલયને સ્થિતિ સ્પષ્ટ કરવી જોઇએ. 


તેજસ્વી યાદવે કહ્યું કે જ્યારે 2008માં કોસી નદીમાં ભયંકર તબાહી મચી હતી, ત્યારે તત્કાલીન રેલમંત્રી લાલૂ પ્રસાદે ફ્રીમાં ટ્રેન દોડાવી હતી. ત્યારે તેમણે બિહારના માત્ર 4-5 જિલ્લા માટે જ 1 હજાર કરોડનું પેકેજ અપાવ્યું હતું. આ ઉપરાંત રેલવે પાસેથી મુખ્યમંત્રી રાહત ફંડમાં 90 કરોડ અપાવ્યા હતા અને પોતે 1 કરોડ રૂપિયાની રકમ આપી હતી. તે સમયે પણ મુખ્યમંત્રી નીતીશ કુમાર હતા અને કોરોના સંકટકાળમાં પણ તે જ મુખ્યમંત્રી છે. 


મળતી માહિતી અનુસાર કિશનગંજના બહારદુરગંજ વિધાનસભાના કોંગ્રેસી ધારાસભ્ય તૈસીફ આલમે મુખ્યમંત્રી રાહત કોષમાં 50 લાખ રૂપિયાની રકમ આપી હતી. પરંતુ હવે કોરોના વાયરસની મહામારીથી બચવા માટે પોતાના ધારાસભ્ય મદથી આપવામાં આવેલા 50 લાખ રૂપિયાની રકમ પરત માંગી રહ્યા છે. કોંગ્રેસી ધારાસભ્યએ રીતસર નીતીશ કુમારને પત્ર લખી આ માંગ કરી છે. કોંગ્રેસી ધારાસભ્યએ સીએમ નીતીશ કુમાર પર આરોપ લગાવતાં કહ્યું કે તે પૈસા પરત લેવામાં માંગ કરી રહ્યા છે કારણ કે કોરોના વિરૂદ્ધ લડાઇમાં બિહાર સરકાર નિષ્ફળ રહી છે. તેમણે પૈસા એટલા માટે આપ્યા હતા કે તેમના ક્ષેત્રમાં કોરોનાથી બચવા માટે કામ કરવામાં આવે પરંતુ હજુ સુધી કોઇ કામ થયું નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર