લખનઉ: વિકાસ દુબે (Vikas Dubey Encounter)  એન્કાઉન્ટરને લઈને કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી રહેલા જિતિન પ્રસાદે (Jitin Prasad) ખુબ જ વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે સીધી રીતે સરકાર પર સવાલ ઉઠાવતા કહ્યું કે ઉત્તર પ્રદેશમાં બ્રાહ્મણો પર અત્યાચાર થઈ રહ્યાં છે. જેને લઈને પ્રદેશના બ્રાહ્મણોમાં સરકાર વિરુદ્ધ ખુબ રોષ છે. જિતિન પ્રસાદે કહ્યું કે બ્રાહ્મણ ચેતના સંવાદ દ્વારા તેઓ યુપીના બ્રાહ્મણોને એકજૂથ કરી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મધરાતે 'સાઈબર એટેક': બિલ ગેટ્સ-બરાક ઓબામા, એલન મસ્ક સહિત અનેક હસ્તીઓના ટ્વિટર હેન્ડલ હેક


જિતિન પ્રસાદનું એમ પણ કહેવું છે કે વિકાસ દુબે એન્કાઉન્ટર મામલે સુપ્રીમ કોર્ટની નિગરાણીમાં વિશેષ તપાસ થવી જોઈએ. જિતિન પ્રસાદે આરોપ લગાવ્યો કે વિકાસ દુબેને અપરાધી બનાવવામાં સમગ્ર તંત્ર સામેલ છે. એન્કાઉન્ટર પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે વિકાસ દુબેના એન્કાઉન્ટરમાં પોલીસે બંધારણીય રીતે કામ કર્યું નથી. જે કામ ન્યાયપાલિકનું હતું તે કામ ખુદ સરકાર કરી રહી છે. તેમણે સીધો આરોપ લગાવ્યો કે યુપીમાં બ્રાહ્મણ સમાજને નિશાન બનાવીને તેમના પર અત્યાચાર થઈ રહ્યાં છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube