નવી દિલ્હી : ઉત્તરપ્રદેશનાં આઝમગઢ જિલ્લામાં પૂર્વાંચલ એક્સપ્રેસ હાઇવેના શિલાન્યા મુદ્દે પુર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીનાં નેતા અખિલેશ યાદવે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી વચ્ચે ઉગ્ર રાજનીતિ ચાલુ થઇ ચુકી છે. અખિલેશ યાદવે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું કે, અમારી યોજનાઓથી સમાજવાદી સબ્દ હટાવીને રાજ્યની યોગી સરકાર અમારા ઉભા પાકને લણી રહી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે નોંધનીય છે કે વડાપ્રધાનમોદી 14 જુલાઇના રોજ આઝમગઢ, પુર્વાંચલ એક્સપ્રેસ વેના શિલાન્યાસ કરવા પહોંચી રહ્યા છે. જે મુદ્દે સપાના મુખિયા અખિલેશ યાદવે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, તેમની સરકારમાં જ 22 ડિસેમ્બર, 2016ના રોજ પૂર્વાંચલ એક્સપ્રેસ હાઇવેનો શિલાન્યાસ થયો હતો. જો કે યોગી સરકારે આ યોજનાને ન માત્ર વારંવાર લટકાવી પરંતુ એકવાર ટેન્ડર પ્રક્રિયા પણ પુર્ણ થયા બાદ બિડના નામે તેને નિરસ્ત પણ કરી હતી. 

અખિલેશ યાદવના નિવેદન પર વળતો હૂમલો કરતા યોગી સરકારના ઔદ્યોગિક વિકાસ મંત્રી સતીશ મહાનાએ કહ્યું કે, અખિેલશ યાદવને દરેક સારી યોજનાનો શ્રેય લેવાની આદત પડી ગઇ છે. મહાનાએ કહ્યું કે, અખિલેશ યાદવ જે પુર્વાંચલ એક્સપ્રેસ હાઇવેના શિલાન્યાસની વાત કરી રહ્યા છે, તેમાં તેમની તૈયારી અડધી અધુરી હતી. તેમના સમયમાં જમીન અધિગ્રહણ સિવિલ ટેન્ડર ઇશયું કર્યા વગર જ બહાર પાડી દેવાયું હતું. જ્યારે નિયમ છે કે જ્યા સુધી એક્સપ્રેસ હાઇવેની 90 ટકાજમીનનું અધિગ્રહણ ન થઇ જાય ત્યા સુધી ટેન્ડર બહાર પાડવામાં આવતું નથી. 

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ યૂપીના નોએડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સેમસંગના મોબાઇલ યૂનિટના ઉદ્ધાટન પહેલા પણ અખિલેશ યાદવે ટ્વીટ કરીને યોગી સરકારને કૈંચી વાળી સરકાર (કાતરવાળી સરકાર) ગણાવી હતી. જે કાં તો સામાજીક સૌહાર્દપુર્ણ સંબંધો કાપે છે અથવા તેના દ્વારા કરાયેલાકામોનાં ઉદ્ધાટનનનાં નામ.