નવી દિલ્હી: પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી છે. આજે પહેલા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. પહેલા તબક્કામાં 38 વિધાનસભા બેઠકો માટે મતદાન યોજાયું છે. સવારે સાત વાગ્યાના ટકોરે મતદાન શરૂ થઈ ગયું. 38 વિધાનસભા બેઠકો માટે 173 ઉમેદવારો મેદાનમાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CM એન. બીરેન સિંહે પૂજા બાદ કર્યું મતદાન
મણિપુરના મુખ્યમંત્રી એન બીરેન સિંહે ઈમ્ફાલમાં પોતાના નિવાસ પર મતદાન પહેલા પૂજા કરી. ત્યારબાદ બીરેન સિંહે ઈમ્ફાલના શ્રીવન હાઈ સ્કૂલમાં મતદાન કર્યું. મત આપ્યા બાદ તેમણે કહ્યું કે મને આશા છે કે મારા મત વિસ્તારના 75 ટકા લોકો ભાજપ અને મને મત આપશે. ભાજપ પહેલા તબક્કામાં 38માંથી ઓછામાં ઓછી 30 બેઠકો માટે આશા સેવી રહ્યો છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube