નવી દિલ્હી : દક્ષિણી દિલ્હીનાં ખિડકી ગામનું તળાવ 75 વર્ષની કાયદાકીય લડાઇ બાદ તેનાં પરથી દબાણ હટ્યું છે. બ્રિટિશ કાળમાં બિનકાયદેસર કબ્જાનો શિકાર થયેલ ખિડકી જોહડને પુનર્જીવિત કરવાનાં અભિયાન ગામનાં સૈનિ પરિવારની ત્રણ પેઢીઓની લડતનું પરિણામ છે. સૈની પરિવારની ત્રીજી પેઢીનાં પક્ષકાર સંદિપ સૈનીએ જણાવ્યું કે, 75 વર્ષની કાયદકીય લડાઇ બાદ દબાણથી મુક્ત થયેલા તળાવની જમીનને સાફ કરીને ગત્ત 26મી જાન્યુઆરીએ પહેલીવાર ગણતંત્ર દિવસ મનાવવામાં આવ્યો. વચ્ચે વચ આવેલ પ્રાચીન કુવો આજે પણ તેનાં જળસ્ત્રોતની સાબિતી આપે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૈનીએ જણાવ્યું કે, વર્ષ 1942માં ગામનાં કેટલાક લોકોએ સાત વિધા વિસ્તારમાં ફેલાયેલા આ તળાવ પર બિનકાયદેસર કબ્જો કરી લીધો હતો. આ મુદ્દે સૈનીનાં દાદા મુંશીરામે તત્કાલીન લાહોર હાઇકોર્ટમાં ફરિયાદ કરી હતી. કોર્ટે 1944માં દસ્તાવેજી પુરાવાઓનાં આધારે ફરિયાદ યોગ્ય હોવાનું કહી ગામની સંપત્તી સ્વરૂપે દાખલ તળાવને કબ્જા મુક્ત કરાવવા માટેનો આદેશ આપ્યો હતો.


સૈનીના અનુસાર કોર્ટનાં આદેશનું પાલન તો નહોતું તયું પરંતુ કબ્જાધારકોએ તળાવની ચારેતરફ કચરો નાખીને બિનકાયદેસર નિર્માણ ચાલુ કરી દીધું હતું. ત્યાર બાદ સૈનીનાં પિતા ખુશહાલ સિંહ સૈનીએ 1965માં દિલ્હી ખાતે રેવન્યુ મુદ્દાની ખાસ કોર્ટમાં ન્યાયાધીશ સમશેર સિંહ સમક્ષ વાદ દાખલ કર્યો હતો.


દિલ્હી સરકારે ત્યાં રહેલા કુવાનાં આધારે ચુકાદો આપતા 7 વિઘા જમીન પર રહેલા તમામ દબાણો હટાવવા માટેનાં આદેશ આપ્યા છે. એક સામાજીક સંસ્થાનાં હસ્તક્ષેપ બાદ દિલ્હી હાઇકોર્ટે સમગ્ર દિલ્હીમાં રહેલ 683 તળાવ, કુંવા અને જળાશયોને પુનર્જીવીત કરવાનાં દિલ્હી સરકારને આદેશ આપ્યો હતો.