મોદી સરકારનો કડક નિર્ણય: ચીન પરત મોકલાશે ખરાબ કિટ, કોઇ ચુકવણી નહી થાય
સરકારે કોરોના વાયરસના સંક્રમણની તપાસ માટે ચીનથી આવેલી ખરાબ રેપિટ એન્ટિબોડી ટેસ્ટ કિટ અંગે મહત્વનો નિર્ણય લીધો છે. ક્વોલિટીમાં ખુબ જ હલકી ક્વોલિટીની કીટ ચીની કંપનીઓને પરત કરવામાં આવશે. પેમેન્ટ પણ નહી આપવામાં આવે. આઇસીએમઆર (ICMR) એ તેના ઉપયોગ પર સંપુર્ણ પ્રતિબંધ લાદી દીધો છે. સ્વાસ્થય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું કે, આ કિટનો એક પણ પૈસો ચુકવવામાં નહી આવે.
નવી દિલ્હી : સરકારે કોરોના વાયરસના સંક્રમણની તપાસ માટે ચીનથી આવેલી ખરાબ રેપિટ એન્ટિબોડી ટેસ્ટ કિટ અંગે મહત્વનો નિર્ણય લીધો છે. ક્વોલિટીમાં ખુબ જ હલકી ક્વોલિટીની કીટ ચીની કંપનીઓને પરત કરવામાં આવશે. પેમેન્ટ પણ નહી આપવામાં આવે. આઇસીએમઆર (ICMR) એ તેના ઉપયોગ પર સંપુર્ણ પ્રતિબંધ લાદી દીધો છે. સ્વાસ્થય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું કે, આ કિટનો એક પણ પૈસો ચુકવવામાં નહી આવે.
સરકાર દ્વારા આજથી ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ, બનાસકાંઠાના ખેડૂતોએ ન કરાવી નોંધણી
આઇસીએમઆરએ કહ્યું કે, અકે રાજ્યો આ કિટની ક્વોલિટી મુદ્દે ફરિયાદ કરી હતી. ત્યાર બાદ તેની તપાસ કરવામાં આવી. જેમાં સામે આવ્યું કે, કિટ દ્વારા જે રિઝલ્ટ આવી રહ્યા છે, તેમાં મોટા પ્રમાણમાં વેરિએશન આવી રહ્યા છે. જેથી આ કિટનાં ઉપયોગ પર પ્રતિબંધ લગાવાયો છે. હવે ચીનથી આવેલી આ તમામ કિટને કંપનીઓને પરત મોકલવાનો સરકારે નિર્ણય લીધો છે.
અમદાવાદની સિવિલના કોરોના વોર્ડમાંથી દરરોજ 800 કિલો ઘન કચરાનો કરાય છે નિકાલ
આઇસીએમઆરએ કહ્યું કે, સમગ્ર વિશ્વમાં એન્ટિબોડી રેપિડ ટેસ્ટ કિટની માંગ કરી છે. અનેક દેશોમાં તેને મોટા સ્તર પર અનાવવામાં આવી રહી છે. કોવિડ 19ને પહોંચી વળવા માટે કિટ્સ મંગાવવામાં આવી અને રાજ્યોને આપવામાં આવી. જો કે જે કંપનીઓ Biomedemics અને wondfo પાસે આ કિટ મંગાવવામાં આવી હતી. તેમને ઇન્ટરનેશનલ સર્ટિફિકેટ પ્રાપ્ત છે.
'વડોદરામાં જો ટેસ્ટિંગ વધે તો કોરોનાની સંખ્યા વધશે'
ICMR એ આ બંન્ને કંપનીઓને પેમેન્ટ નથી કર્યું. કિટનાં પરિણામો મુદ્દે ફરિયાદ મળ્યા બાદ આ કંપનીઓને કિટ પરત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ચાર નિવિદાઓ બાદ આ કિટ્સનાં રેટ નિર્ધારિત કરવામાં આવ્યા હતા. પહેલીવાર છે જ્યારે ભારત કોઇ એજન્સી પાસેથી આ પ્રકારે કિટ મંગાવી હોય. થોડી કિટ્સની સપ્લાય થયા બાદ આઇસીએમઆરએ તેની ફિલ્ડમાં ગુણવત્તા તપાસવાની શરૂ કરી. . Guangzhou Wondfo Biotech અને Zhuhai Livzon Diagnostic કંપનીઓનાં રેપિટ ટેસ્ટિંગ પર પ્રતિબંધ છે. રાજ્યોને જણાવવામાં આવ્યું છે કે, આ બંન્ને કંપનીઓના ટેસ્ટિંગ કિટ પરત કરવામાં આવે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube