સરકાર દ્વારા આજથી ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ, બનાસકાંઠાના ખેડૂતોએ ન કરાવી નોંધણી

રાજ્યના ખેડૂતોને તેમના પાકનો પોષણસમ ભાવ મળી રહે તે માટે સરકાર ટેકાના ભાવે ખેડૂતોનો પાક ખરીદતા હોય છે. ત્યારે સરકાર દ્વારા ટેકાના ભાવે આજથી ઘઉંની ખરીદી 388 રૂપિયા મણના ભાવે સમગ્ર ગુજરાતમાં શરૂ કરાઇ છે. જોકે બનાસકાંઠામાં હજુ સુધી એકપણ ખેડૂતોએ ટેકાના ભાવે ઘઉં વેચવા માટે ઓનલાઈન નોંધણી કરાવી નથી અને ખરીદ કેન્દ્રો ઉપર ઘઉં વેચવાના બદલે ખેડૂતો માર્કેટયાર્ડની પેઢીઓ ઉપર પોતાના ઘઉં વેચી રહ્યા છે.

Updated By: Apr 27, 2020, 07:30 PM IST
સરકાર દ્વારા આજથી ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ, બનાસકાંઠાના ખેડૂતોએ ન કરાવી નોંધણી

અલકેશ રાવ, બનાસકાંઠા: રાજ્યના ખેડૂતોને તેમના પાકનો પોષણસમ ભાવ મળી રહે તે માટે સરકાર ટેકાના ભાવે ખેડૂતોનો પાક ખરીદતા હોય છે. ત્યારે સરકાર દ્વારા ટેકાના ભાવે આજથી ઘઉંની ખરીદી 388 રૂપિયા મણના ભાવે સમગ્ર ગુજરાતમાં શરૂ કરાઇ છે. જોકે બનાસકાંઠામાં હજુ સુધી એકપણ ખેડૂતોએ ટેકાના ભાવે ઘઉં વેચવા માટે ઓનલાઈન નોંધણી કરાવી નથી અને ખરીદ કેન્દ્રો ઉપર ઘઉં વેચવાના બદલે ખેડૂતો માર્કેટયાર્ડની પેઢીઓ ઉપર પોતાના ઘઉં વેચી રહ્યા છે.

રાજ્યના ખેડૂતોને ઘઉંના પોષણસમ ભાવ મળી રહે તે માટે સરકાર દ્વારા આજથી ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ કરાઈ છે. જેને લઈને  રાજ્યના ખેડૂતોએ 1 માર્ચથી 31 માર્ચ સુધી ઓનલાઈન નોંધણી કરાવી હતી. જોકે કોરોનાના કારણે સરકારે ઓનલાઈન નોંધણી કરાવવાની મુદત 10મી મેં સુધી વધારી છે જેને લઈને ખેડૂતો પોતાના ઘઉં ટેકાના ભાવે 31મી મેં સુધી વેચી શકશે.

જોકે સરકારે ઘઉંનો ટેકાનો ભાવ મણે 388 રૂપિયા નક્કી કર્યા છે. જેની સામે બનાસકાંઠા જીલ્લાના માર્કેટયાડોમાં ઘઉંનો મણનો ભાવ 334થી 430 સુધી મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના એકપણ ખેડુતે પોતાના ઘઉં ટેકાના ભાવે વેચવા નોંધણી નથી કરાવી. જિલ્લાના ખેડૂતોને સરકારનો ટેકાનો ભાવ ખુબજ ઓછો લાગી રહ્યો છે જેના કારણે મોટાભાગના ખેડૂતો પોતાના ઘઉં માર્કેટયાર્ડમાં ખાનગી પેઢીઓ ઉપર વેચી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને ઘઉંનો ટેકાનો ભાવ ઓછો ખુબજ લાગી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે સરકાર દ્વારા ટેકાના ખુબજ ઓછો મળી રહ્યો છે અને સરકાર ખરીદી કર્યા બાદ જલ્દી પેમેન્ટ આપતી નથી. ખેડૂતો માર્કેટમાં જ ઘઉં વેચવાનું વધુ પસંદ કરી રહ્યા છે. તો બીજી બાજુ બનાસકાંઠા જિલ્લામાં ટેકાના ભાવે ઘઉં ખરીદવા માટે 12 કેન્દ્રો નક્કી કરાયા હતા. પરંતુ હજુ સુધી એકપણ ખેડૂતે ઘઉં વેચવા નોંધણી ન કરાવતા જિલ્લામાં એકપણ કેન્દ્ર ચાલુ કરાયું નથી જોકે પુરવઠા મામલતદારનું કહેવું છે કે કોઈ ખેડૂત આવશે તો તેના ઘઉં ખરીદવામાં આવશે.

સરકાર દ્વારા ખેડૂતોને તેમના પાકના પોષણસમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે પાકોની ખરીદી  કરવામાં આવતી હોય છે પરંતુ આ વખતે સરકારે ઘઉંના ટેકાના ભાવ ખુબજ ઓછા રાખ્યા હોવાથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ પોતાના ઘઉં વેચવા નોંધણી કરાવી નથી જેના પરથી ખેડૂતોને ટેકાના ભાવે ઘઉં વેચવામાં બિલકુલ રસ નથી તે સ્પષ્ટપણે લાગી રહ્યું છે.

સરકારના ટેકાના ભાવ કરતાં ખુલ્લા માર્કેટમાં ખેડૂતોને ઘઉંના ભાવ સારા મળતાં હોવાથી તેમજ ટેકાના ભાવે વેચેલા માલના પૈસા સરકાર લેટ આપતી હોવાથી ખેડૂતો હવે ટેકાના ભાવે પોતાનો માલ વેચવા તૈયાર નથી ત્યારે સરકાર ટેકાનો ભાવ વધારે તે ખુબજ જરૂરી  છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube