આ ખાસ ટેક્નોલોજીથી લેસ હતી પૂર્વા એક્સપ્રેસ, જેના કારણે મુસાફરોના જીવ બચી ગયા
હાવડાથી દિલ્હી આવી રહેલી પૂર્વા એક્સપ્રેસ કાનપુર પાસે રૂમા ગામ ક્ષેત્રમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ. શુક્રવારે મોડી રાતે લગભગ એક વાગે થયેલા આ અકસ્માતમાં ટ્રેનના 12 કોચ પાટા પરથી ઉતરી ગયા હતાં. જેમાં લગભગ 20 લોકો ઘાયલ થયા છે. રાહતની વાત એ છે કે કોઈ જાનહાનિ થઈ નથી. જો કે અહીં સમજવા જેવું એ છે કે એક ખાસ ટેક્નોલોજીના કારણે આ શક્ય બન્યું છે. પૂર્વા એક્સપ્રેસના કોચ બનાવવા માટે એક ખાસ પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ થયો હતો. અકસ્માતના સમયે આ ટેક્નોલોજીના કારણે અકસ્માતમાં જાનહાનિ ટળી.
નવી દિલ્હી: હાવડાથી દિલ્હી આવી રહેલી પૂર્વા એક્સપ્રેસ કાનપુર પાસે રૂમા ગામ ક્ષેત્રમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ. શુક્રવારે મોડી રાતે લગભગ એક વાગે થયેલા આ અકસ્માતમાં ટ્રેનના 12 કોચ પાટા પરથી ઉતરી ગયા હતાં. જેમાં લગભગ 20 લોકો ઘાયલ થયા છે. રાહતની વાત એ છે કે કોઈ જાનહાનિ થઈ નથી. જો કે અહીં સમજવા જેવું એ છે કે એક ખાસ ટેક્નોલોજીના કારણે આ શક્ય બન્યું છે. પૂર્વા એક્સપ્રેસના કોચ બનાવવા માટે એક ખાસ પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ થયો હતો. અકસ્માતના સમયે આ ટેક્નોલોજીના કારણે અકસ્માતમાં જાનહાનિ ટળી.
કાનપુરમાં ટ્રેન દુર્ઘટના, પૂર્વા એક્સપ્રેસના 12 ડબ્બા ટ્રેક પરથી ઉતર્યા
આ ટેક્નોલોજીનું નામ છે લિંક હાફમેન બુશ (LHB). આ ટેક્નોલોજીથી બનેલા કોચ ખુબ જ આરામદાયક હોય છે. એલએચબી કોચમાં મુસાફરોને ટ્રેનોની પુરપાટ ઝડપ વખતે પણ ઝટકા લાગતા નથી. આ સાથે જ આ ટેક્નોલોજીથી બનેલા કોચની સૌથી મોટી ખાસિયત એ હોય છે કે ટ્રેન દુર્ઘટના સમયે આ કોચ એક બીજા પર ચડી જતા નથી. સામાન્ય રીતે આપણે ઘણા ટ્રેન અકસ્માતોમાં જોયું છે કે અકસ્માત થતા જ ડબ્બાઓ એકબીજા ઉપર ચડી જાય છે. આવા અકસ્માતોમાં મોતનો આંકડો વધુ રહેવાની આશંકા હોય છે.
ભાજપ સાથે ગઠબંધન નહીં કરવાના પોતાના વાયદાથી કેમ પલટી શિવસેના? ઉદ્ધવ ઠાકરેએ કર્યો ખુલાસો
જુઓ LIVE TV