ભાજપ સાથે ગઠબંધન નહીં કરવાના પોતાના વાયદાથી કેમ પલટી શિવસેના? ઉદ્ધવ ઠાકરેએ કર્યો ખુલાસો
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધન કરવા પાછળનું કારણ જણાવ્યું. તેમણે કહ્યું કે તેમની પાર્ટી એવા વડાપ્રધાન ઈચ્છે છે કે જેમની પાસે પાકિસ્તાન પર હુમલો કરવાની તાકાત હોય.
Trending Photos
ઔરંગાબાદ (મહારાષ્ટ્ર): શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધન કરવા પાછળનું કારણ જણાવ્યું. તેમણે કહ્યું કે તેમની પાર્ટી એવા વડાપ્રધાન ઈચ્છે છે કે જેમની પાસે પાકિસ્તાન પર હુમલો કરવાની તાકાત હોય.
ઠાકરેએ પોતાની પાર્ટીના ઉમેદવાર ચંદ્રકાન્ત ખેરેની ચૂંટણી સભાને સંબોધતી વખતે ભાજપ સાથે ગઠબંધન નહીં કરવાના વચનથી પલટી મારવા પાછળ કહ્યું કે, 'અમે એવા વડાપ્રધાન ઈચ્છતા હતાં કે જે પાકિસ્તાનમાં ઘૂસીને તેમના પર હુમલો કરી શકે. અમે આજ કારણે ભાજપ સાથે ગઠબંધન કર્યું છે. અમે મરાઠાવાડા અને મહારાષ્ટ્રના કલ્યાણ માટે પણ ભાજપ સાથે ગઠબંધન કર્યું છે.'
તેમણે કહ્યું કે કોંગ્રેસ જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારી બંધારણની કલમ 370ને સમાપ્ત કરવા માંગતી નથી જ્યારે તેમની પાર્ટી ઈચ્છે છે કે જમ્મુ અને કાશ્મીરમાં પણ તે તમામ કાયદા લાગુ થાય જે ભારતમાં બીજે બધે લાગુ છે.
જુઓ LIVE TV
ઠાકરેએ અસદુદ્દીન ઓવૈસીની આલોચના કરતા કહ્યું કે તેઓ મુસલમાનને દુશ્મન નથી ગણતા. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અબ્દુલ રહેમાન અંતુલેના પુત્ર નવીદ અંતુલે સાથે બે દિવસ અગાઉ જ તેમણે મંચ શેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે બીડથી એનસીપીના નેતા અને પૂર્વ મંત્રી જયદત્ત ક્ષીરસાગર પણ શુક્રવારે ઠાકરે સાથે મંચ પર જોવા મળ્યાં હતાં. જો કે આ અંગે હજુ કોઈ ઔપચારિક જાહેરાત થઈ નથી પરંતુ ઠાકરેએ સંકેત આપ્યાં કે ક્ષીરસાગર શિવસેનામાં સામેલ થઈ ગયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે