રાજ કુન્દ્રાએ ધરપકડથી બચવા માટે આપી હતી લાખો રૂપિયાની લાંચ! પોર્ન ફિલ્મ કેસના આરોપીનો દાવો
શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા 23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં છે. આ વચ્ચે એક અહેવાલ પ્રમાણે ધરપકડથી બચવા માટે રાજ કુન્દ્રાએ ક્રાઇમ બ્રાન્ચને લાંચ આપી હતી.
મુંબઈઃ પોર્ન વીડિયો કેસમાં ફસાયેલા રાજ કુન્દ્રાની મુશ્કેલી સતત વધી રહી છે. આ કેસના એક વોન્ટેડ આરોપીએ દાવો કર્યો કે રાજ કુન્દ્રાએ ધરપકડથી બચવા માટે મુંબઈ પોલીસ ક્રાઇમ બ્રાન્ચના એક અધિકારીને 25 લાખ રૂપિયાની લાંચ આપી હતી. આરોપીનું નામ અરવિંદ શ્રીવાસ્તવ ઉર્ફે યશ ઠાકુર છે. આ આરોપીએ રાજ અને પોલીસ પર સનસનીખેજ આરોપ લગાવ્યા છે.
ફરાર આરોપીએ કર્યો હતો ACB ને મેલ
શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા 23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં છે. આ વચ્ચે એક અહેવાલ પ્રમાણે ધરપકડથી બચવા માટે રાજ કુન્દ્રાએ ક્રાઇમ બ્રાન્ચને લાંચ આપી હતી. રિપોર્ટ પ્રમાણે પોર્ન વીડિયો મામલામાં ફરાર આરોપી અરવિંદ શ્રીવાસ્તવે એન્ટી કરપ્શન બ્યૂરોને મેલ કરી આ વિશે ફરિયાદ કરી હતી.
આ પણ વાંચોઃ Poonam Pandey નો નંબર લીક કર્યો હતો Raj Kundra એ, સાથે લખ્યું- 'હું તમારા માટે કપડા ઉતારીશ'
તો એન્ટી કરપ્શન બ્યૂરોના એક અધિકારીએ કહ્યુ કે, એસીબી મહારાષ્ટ્રને પોર્નોગ્રાફી કેસના આરોપી યશ ઠાકુર તરફથી 4 ઇ-મેલ મળ્યા હતા. જેમાં તેણે આરોપ લગાવ્યો હતો કે શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાએ ધરપકડથી બચવા 25 લાખ રૂપિયાની લાંચ આપી હતી. આરોપ હતો કે યશ ઠાકુર પાસે ધરપકડ ન કરવા માટે આટલી રકમની માંગ કરવામાં આવી હતી. અરેસ્ટ થવાથી બચવા માટે તેણે અને રાજ કુન્દ્રા પાસે લાંચ માંગવાનો આરોપ સ્પષ્ટ નહતો તેથી આ મેલ આગળના પગલા લેવા માટે મુંબઈ પોલીસને ફોરવર્ડ કરી દેવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ પોર્નોગ્રાફી કેસ: Raj Kundra ની ઓફિસ પર દરોડા, પોર્ન વીડિયો અને હાર્ડ ડિસ્ક જપ્ત
તપાસ શરૂ થયા બાદ માર્ચમાં કરી હતી ફરિયાદ
આ મામલાની તપાસ ફેબ્રુઆરીમાં શરૂ થઈ હતી. ત્યારબાદ માર્ચમાં અરવિંદ શ્રીવાસ્તવ ઉર્ફે યશ ઠાકુરનું નામ આ રેકેટના માસ્ટર માઇન્ડના રૂપમાં સામે આવ્યું હતું. જાણવા મળી રહ્યું છે કે માર્ચમાં તેણે એસીબીને મેલ કરી આરોપ લગાવ્યો હતો કે આ કેસમાં અરેસ્ટ થવા બચવા માટે રાજ કુન્દ્રાએ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને 25 લાખની લાંચ આપી હતી. તો યશ ઠાકુર પાસે પણ પૈસા માંગવામાં આવી રહ્યાં હતા. કેસની તપાસ ફેબ્રુઆરીમાં શરૂ થઈ પરંતુ રાજ કુન્દ્રાની ધરપકડ 19 જુલાઈએ થઈ હતી. રિપોર્ટ પ્રમાણે આ કેસમાં અત્યાર સુધી 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube