નવી દિલ્હી: ભગવાન બદ્રીનાથ વિશાળ પણ મંગળવારથી હવે શ્રદ્ધાળુઓને દર્શન આપશે. ચાર ધામમાં સૌથી મહત્વપૂર્ણ ધામ બદ્રીનાથ ધામના કપાટ આજે પૂરી વિધિ વિધાનથી બ્રહ્મ મુહૂર્તમાં ખોલવામાં આવ્યા. આ અવસરે મંદિરને ફૂલોથી સજાવવામાં આવ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોમવારે પાંડુકેશ્વર સ્થિત યોગ ધ્યાન મંદિરથી રાવલ ઈશ્વર પ્રસાદ નંબૂદરીના નેતૃત્વમાં તેલ કળશ યાત્રા બદ્રીનાથ ધામ પહોંચી. આ ઉપરાંત ધર્માધિકારી ભુવન ઉનિયાલ અપર ધર્માધિકારી રાધાકૃષ્ણ થપલિયાલ સહિત ગણતરીના લોકો અને તીર્થ પુરોહિત પણ બદ્રીનાથ પહોંચ્યા. 


ચારધામ યાત્રા સ્થગિત
કોરોનાની બીજી લહેરના કારણે સરકારે ચાર ધામ યાત્રા સ્થગિત રાખી છે. ધામોના કપાટ નિર્ધારિત કાર્યક્રમ મુજબ જ ખોલવામાં આવી રહ્યા છે. જે હેઠળ બદ્રીનાથ ધામના કપાટ બ્રહ્મબેલામા 4.15 વાગે વિધિ વિધાન અને વૈદિક મંત્રોચ્ચાર સાથે ખોલવામાં આવ્યા. કોરોના સંક્રમણના કારણે આ અવસરે ફક્ત મુખ્ય પૂજારી, વેદપાઠીઓ ઉપરાંત દેવસ્થાનમ બોર્ડના કેટલાક કર્મચારીઓ જ હાજર રહ્યા હતા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube