નવી દિલ્હી : ફોરેન્સિક ઓડિટને કારણે સંકટમાં ફસાયેલ આમ્રવાલી ગ્રૂપના અનેક નવા રહસ્ય સામે આવી રહ્યાં છે. આ કામ માટે નિયુક્ત ઓડિટર્સ બુધવારે ઉચ્ચ ન્યાયલયને જણાવ્યું કે, 500થી વધુ લોકોના નામ પર મોંઘા મોંઘા ફ્લેટ્સની બુકિંગ માત્ર એક રૂપિયા, પાંચ રૂપિયા અને 11 રૂપિયા પ્રતિ વર્ગફૂટના ભાવ પર કરવામાં આવ્યું હતું. ઓડિટમાં એ પણ સામે આવ્યું છે કે, ડ્રાઈવર્સ, ચોથી કેટેગરીના કર્મચારીઓ અને ઓફિસ બોયનું કામ કરનારાઓના નામ પર 23 કંપનીઓ બનાવવામાં આવી હતી. આ કંપનીઓ આમ્રપાલીના પાર્ટનરશીપનો હિસ્સો હતી અને ઘર ખરીદનારાઓના રૂપિયા અહીંતહી કરવા માટે તેમને આગળ કરવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બે ફોરેન્સિક ઓડિટર્સ અદાલતને જણાવ્યું કે, તેમની સામે 655 એવા લોગોના નામ સામે આવ્યા છે, જેના નામ પર ફ્લેટનું બેનામી બુકિંગ હતું. તેમાં 122 એડ્રેસ પર એવી કોઈ વ્યક્તિ મળી જ નહિ. 


ફોરેન્સિક ઓડિટર્સની અંતિમ રિપોર્ટ ન્યાયાધીશ અરુણ મિશ્રા અને ન્યાયાધીશ યુ યુ લલિતની પીઠને સોંપવામાં આવી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, મુખ્ય ફાઈનાન્સ અધિકારી (સીએફઓ)એ ચંદર વાધવાએ ગત વર્ષે 26 ઓક્ટોબરના રોજ ઉચ્ચતમ ન્યાયાલયની સામે રજૂ થવાના માત્ર ત્રણ દિવસ પહેલા 4.75 કરોડ રૂપિયા અજ્ઞાત લોકોને ટ્રાન્સફર કર્યા હતા. 


કુંભ મેળાના 13 અખાડાઓનો છે રોમાંચક ઈતિહાસ, જેમાંના 2 અખાડા છે ગુજરાતના...


ફોરેન્સિક ઓડોટર પવન કુમાર અગ્રવાલે પીઠને કહ્યું કે, માર્ચ 2018 સુધી વાધવાના ખાતામાં 12 કરોડ રૂપિયા હતા. તેના બાદ તેમણે એક કરોડ રૂપિયા પોતાની પત્નીના નામે ટ્રાન્સફર કર્યા હતા. 26 ઓક્ટોબરના રોજ અદાલતની સામે પહેલી વાર રજૂ થવાના ત્રણ દિવસ પહેલા તેમણએ 4.75 કરોડ રૂપિયા અજ્ઞાત લોકોને ટ્રાન્સફર કર્યા હતા. 


અગ્રવાલની આ વાત બાદ પીઠે વાધવાના કામ આમળ્યા હતા અને તેની વિરુદ્ધ અવમાનનાની ચેતવણી આપી હતી. વાધવા તે સમયે ન્યાયાલયમાં હાજર હતા. અદાલતે કહ્યું કે, તમે ન્યાયની રાહમાં તકલીફ પેદા કરી રહ્યા છો. તમને સારી પેટે માલૂમ હતું કે, તમને સવાલ કરવામાં આવશે. તેથી તમે રૂપિયા બીજી જગ્યાએ મોકલી દીધા. સાત દિવસમાં તમે એ રૂપિયા પરત લાવો. તમને 23 ઓક્ટોબર, 2018 બાદ રૂપિયા ટ્રાન્સફર કરવાનું કોઈ કામ ન હતું. અમે તમારી સામે અવમાનનાની કાર્યવાહી કરી શકીએ છીએ. 


રાશિફળ 17 જાન્યુઆરી - નોકરીમાં આજે બે રાશિવાળાઓને થઈ શકે છે અદભૂત ફાયદો 


પીઠે ફોરેન્સિક ઓડિટર્સને આવક વિભાગના એ આદેશને રજૂ કરવાનું કહ્યું, જેમાં વિભાગે 2013-14માં પોતાના છાપામારી અને જપ્તી કાર્યવાહીમાં 200 કરોડ રૂપિયાના બોગસ બિલ અને વાઉચર જપ્ત કર્યા હતા. સાથે જ તે સમયે આમ્રપાલી ગ્રૂપના ચેરમેન તેમજ મેનેજિંગ ડિરેક્ટર અનિલ કુમાર શર્માને જે 1 કરોડ રૂપિયા તથા ડાયરેક્ટર શિવ પ્રિયાને એક કરોડ મળ્યા હતા તે પણ. 


એક અન્ય ફોરેન્સિક ઓડિટર રવિ ભાટિયાએ જણાવ્યું કે, આમ્રપાલી ગ્રૂપે આવક વિભાગના આદેશને ચેલેન્જ આપી હતી, જેણે એ પેરેગ્રાફને હટાવી દીધા, જેમાં કાચા માલ ખરીદ માટે 200 કરોડ રૂપિયાના બોગસ બિલ અને વાઉચરનો ઉલ્લેખ હતો.