નવી દિલ્હી : દેશમાં આજકાલ ઘરની બહાર નીકળતાં પહેલા મહિલાઓએ વિચારવું પડે છે કે બહાર તે સુરક્ષિત રહી શકશે કે કેમ? આવા સમયે મુંબઇની એક મહિલાએ મોડી રાતે પોતાના થયેલા અનુભવની એક તસ્વીર શેયર કરી છે જેને લઇને સોશિયલ મીડિયામાં તે લાઇમ લાઇટમાં આવી છે. મુંબઇની મહિલાએ શેયર કરેલી આ તસ્વીરે સમાજમાં આવી રહેલા પરિવર્તનની સાથોસાથ એક હકારાત્મક અને પોઝિટિવ વિચારની દિશામાં પ્રેરણા પુરી પાડી છે. 


મુંબઇની મહિલા વિજયતાએ આ તસ્વીર ટ્વિટ કરી છે. આ તસ્વીર શેયર કરતાં એ લખે છે કે, ગત રાતે હું મુસાફરી કરી રહી હતી. એવામાં મોડી રાતે રસ્તામાં મારે કેબ ખરાબ થઇ, ત્યાર બાદ હું એમાંથી ઉતરી અને રસ્તા પર ઉભી રહી અન્ય ટેક્ષીની રાહ જોતી હતી એવામાં એક ઓટો આવતાં મેં રોકાવી અને એ જોતાં હું અચંબિત થઇ ગઇ, ઓટો એક મહિલા ડ્રાઇવર ચલાવી રહી હતી. જેણે મને સુરક્ષિત રીતે ઘરે તો છોડી સાથોસાથ રસ્તામાં એની સાથે ઘણી વાતો કરવાનો મોકો મળ્યો. મારો આ અનુભવ ઘણો સારો રહ્યો અને એ જાણીને ઘણી ખુશી થઇ કે, હું એક એવા શહેરમાં રહું છું કે જ્યાં મોડી રાતે ઓટો એક મહિલા ચલાવી રહી છે. વિજયતાની પોસ્ટ લોકોને ઘણી પસંદ આવી અને શેયર કરી રહ્યા છે તેમજ પોતાના વિચાર પણ વ્યક્ત કરી રહ્યા છે. 


અહીં ક્લિક કરો