નવી દિલ્હીઃ ઉત્તર પૂર્વી દિલ્હીમાં થયેલી હિંસામાં મૃત્યુ પામનાર આઈબીના કોન્સ્ટેબલ અંકિત શર્માના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે અંકિતના શરીર પર ચાકુઓના અનેક નિશાન હતા. ડોક્ટરો પ્રમાણે અંકિતના શરીરના દરેક ભાગમાં ચાકુ મારવામાં આવ્યા હતા. તેના આતરડાને પણ કાઢી લેવામાં આવ્યા હતા. અંકિતના પોસ્ટમોર્ટમ  કરનાર ડોક્ટરો પ્રમાણે કોઈના શરીરમાં આટલા ઘા ક્યારેય જોયા નથી. અંકિતની હત્યા કરપિણ રીતે કરવામાં આવી છે. અસામાજીક તત્વોએ અંકિત શર્માની હત્યા કરી તેના મૃતહેદને ચાંદબાગમાં નાલામાં ફેંકી દીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૈતૃક ગામમાં રાજકીય સન્માન સાથે થયા અંકિતના અંતિમ સંસ્કાર
આઈબી કોન્સ્ટેબલ અંકિત શર્માના તેના પૈતૃક ગામ ઇટાવામાં રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર થયા હતા. દિલ્હીથી તેનું પાર્થિવ શરીર તેના ઘરે પહોંચ્યું હતું, જ્યાં લોકોએ તેના અંતિમ દર્શન કર્યાં હતા. ત્યારબાદ પાર્થિવ શરીરને હજારો લોકોએ ભીંની આંખે વિદાય આપી હતી. તેની અર્થીને કાંધ આપવા માટે લોકોનો જમાવડો થયો હતો. કેન્દ્રીય મંત્રી, ડીએમ, એસએસપી સહિત તમામ મોટા અધિકારીઓએ તેને સલામી આપી હતી. ભાઈ અંકુર શર્માએ અંકિત શર્માના પાર્થિવ દેહને મુખાગ્નિ આપી હતી. 


Delhi Violence: અત્યાર સુધી 38 લોકોના મોત, તાહિર હુસૈન વિરુદ્ધ હત્યા, હિંસા અને આગચાંપી માટે કેસ દાખલ  


તેની અંતિમ યાત્રામાં લોકોએ CAA અને  NRCના પક્ષમાં નારેબાજી કરી હતી. સાથે અંતિમ યાત્રામાં લોકો CAA અને  NRC પક્ષમાં નારેબાજી કરી રહ્યાં હતા. લોકો ભારત માતા કી જયના નારા પણ લગાવી રહ્યાં હતા. કેન્દ્રીય મંત્રી સંજીવ બાલિયાન તથા મોટી સંખ્યામાં પોલીસ જવાનો તેના અંતિમ સત્રમાં સામેલ થયા હતા. 


શહીદ અંકિત શર્મા મુઝફ્ફરનગરના બુઢાના ક્ષેત્રના ઇટાવા ગામના રહેતા હતા. એડીએમ અમિત કુમારે જાણકારી આપી કે અંકિત શર્મા દિલ્હી આઈબીમાં કાર્યરત હતા. અંકિત મંગળવારથી ગુમ હતો, તેમના પિતા રવિન્દર શર્મા પણ આઈબીમાં કાર્યરત છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...