નવી દિલ્હી : જન ઔષધિ દિવસ પ્રસંગે એક મહિલા સાથે વાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવુક થઇ ગયા. વડાપ્રધાન મોદી સાથે વાત કરતા એક મહિલાએ કહ્યું કે, તેને ભગવાનને તો નથી જોયા, પરંતુ નરેન્દ્ર મોદીને જોયા છે. આમ કહેતા કહેતા વડાપ્રધાન મોદી સાથે વાત કરતા ભાવુક થઇ ગયા હતા. મહિલા સાથે વાત કરતા વડાપ્રધાન મોદી ભાવુક થઇ ગયા હતા. જન ઔષધિ દિવસ પ્રસંગે આયોજીત કાર્યક્રમ દરમિયાન મહિલા દીપા શાહે કહ્યું કે, તેઓ લકવાનાં દર્દી છે, પહેલા દવા ખરીદવામાં તેમનાં 5 હજાર રૂપિયાનો ખચ્ર થતો હતો. પરંતુ જ્યારથી તેને જનઔષધિ સેન્ટરમાંથી દવાઓ ખરીદવાની શરૂ કરી તેનો દવાઓનો ખર્ચ 1500 થઇ ગયો. મહિલાએ કહ્યું કે, બાકી બચેલા પૈસા ઘર ચલાવે છે અને ફળ ખરીદે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઝમ ખાનની જોહર યુનિવર્સિટીને પોતાનાં કબ્જામાં લઇ શકે છે યોગી સરકાર, તૈયારીઓ શરૂ

સમગ્ર દેશમાં 6 હજાર જન ઔષધિ કેન્દ્ર
જનઔષધિ દિવસના લાભાર્થીઓને સંબોધિત કરતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જનઔષધિ દિવસ માત્ર એક યોજનાને સેલિબ્રિટ કરવાનો દિવસ નથી, પરંતુ તે કરોડો ભારતીયો, લાખો પરિવારો સાથે જોડાવાનો દિવસ છે. જેનો આ યોજના થકી ખુબ જ રાહત મળી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ દેશનાં દરેક વ્યક્તિ સુધી સસ્તી સારવાર પહોંચાડવાનો સંકલ્પ છે. તેમણે સંતોષ વ્યક્ત કર્યો કે અત્યાર સુધી 6 હજારથી વધારે જનઔષધિ કેન્દ્ર સમગ્ર દેશમાં ખુલી ચુક્યા છે. 


આખા દુનિયામાં હાહાકાર મચાવનાર Coronavirusને કારણે દિલ્હીવાસીઓ લેશે શાંતિનો શ્વાસ? આવ્યા મોટા સમાચાર


PM મોદીએ જાહેરમાં આપી કોરોનાથી બચવાની ટિપ, જો માનશો તો થશે આબાદ બચાવ


દીપા શાહની વાત કહી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાત કરતા દીપા શાહે પોતાની વાત કહી હતી. તેમણે કહ્યું કે, મોદીજી મને 2011માં પેરાલિસિસ થયું હતું. હું બોલી નહોતી શકતી મારી સારવાર ચાલી રહી હતી. દવાઓ ખુબ જ મોંઘી આવતી હતી. ઘર ચલાવવું ખુબ જ મુશ્કેલ થઇ ચુક્યું હતું. તમારા દ્વારા જન ઔષધી દવાઓ મળી, મારી દવાઓ 5000ની આવતી હતી હવે તે 1500માં આવે છે. જે બાકીનાં પૈસા બચે છે તેનાંથી હું ફળ શાકભાજી ખરીદી શકું છું. એક પ્રકારે મોદીજીએ આપેલા ફળ જ હું ખાઇ રહી છું. મે ક્યારે પણ ઇશ્વરને તો નથી જોયા પરંતુ મોદીજીને જોયા છે. ખુબ ખુબ આભાર.દીપા શાહ વડાપ્રધાન સાથે વાત કરતા કરતા ભાવુક થઇ ગયા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube