ભોપાલ : ભોપાલ લોકસભા સીટથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે મુંબઇ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા પોલીસ અધિકારી હેમંત કરકરે અંગે આપેલા નિવેદનને પરત લીધું છે. તેમણે કહ્યું કે, મારી જે પીડા હતી તે વ્યક્તિગત્ત હતી, જે મે કહી સંભળાવી. સાધ્વીએ પ્રજ્ઞાએ પોતાનાં નિવેદનમાં સ્પષ્ટતા કરતા કહ્યું કે મારા શબ્દોથી દુશ્મનોને બળ મળે છે તો હું પોતાનું નિવેદન પરત લઉ છું, અને તેનાં સૈનિકોને જે આતંકવાદીઓ ગોળીથી મર્યું છે હું તેનું સન્માન કરુ છું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એનડી તિવારીના પુત્રના મોતનો મુદ્દો ગુંચવાયો, ક્રાઇમબ્રાંચને સોંપાઇ તપાસ

પ્રજ્ઞાએ પોતાનાં નિવેદનમાં કહ્યું કે, મુંબઇ એટીએસ પ્રમુખ શહીદ હેમંત કરકરે દુશ્મન દેશની ગોળીઓથી મરાયા. નિશ્ચિત રીતે તેઓ શહીદ છે. સાધ્વીએ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા મુંબઇ એટીએસનાં તત્કાલીન પ્રમુખ હેમંત કરકરે પર યાતના આપવાનો આરોપ લગાવતા કહ્યું કે, મે તેનો સર્વનાશ થશે તેવો શાપ આપ્યો હતો. 

ભાજપે પણ પ્રજ્ઞાનાં નિવેદન સાથે છેડો ફાડ્યો
આ અગાઉ ભાજપે સાધ્વીનાં નિવેદન સાથે છેડો ફાડ્યો હતો. ભાજપે કહ્યું કે, આ તેમનુ અંગત મતવ્ય છે જે વર્ષ સુધી તેમને થયેલા શારીરિક અને માનસિક ત્રાસનાં કારણે હોઇ શકે છે. ભાજપે આ કારણે ચાલુ થયેલા વિવાદોને હળવો કરવાનો પ્રયાસ કરતા નિવેદનમાં કહ્યું કે, ભાજપનું માનવું છે કે કરકરે બહાદુરી સાથે આતંકવાદીઓ સાથે લડતા લડતા શહીદ થયા. ભાજપે તેમને હંમેશા શહીદ માન્યા છે.