નવી દિલ્હી: સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર (Prakash Javadekar)એ મંગળવારે કહ્યું કે જૂન મહિનામાં કોવિડ-19 મહામારીની સ્થિતિનું નિરિક્ષણ કર્યા બાદ સિનેમાઘરોને ખોલવા પર વિચાર કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મંત્રીએ વીડિયો ક્રોન્ફરસ દરમિયાન આ વાત એસોસિએશન ઓફ ફિલ્મ પ્રોડ્યુસર્સ, સિનેમા એક્ઝિબિટર્સ એન્ડ ફિલ્મ ઇંડસ્ટ્રીના પ્રતિનિધિ સાથે કરી. આ બેઠક કોવિડ 19 (Covid-19)ના લીધે ફિલ્મ ઉદ્યોગની સમક્ષ આવી રહેલી રહેલી સમસ્યાઓ પર ચર્ચા કરવા માટે આયોજિત કરવામાં આવી હતી.


નિવેદનમાં કહેવામાં આવ્યું કે સિનેમાઘરોને ખોલવાની માંગ પર મંત્રીએ કહ્યું કે આ વખતે જૂન મહિનામાં મહામારીની સ્થિતિનું નિરિક્ષણ કર્યા બાદ વિચાર કરવામાં આવશે. ફિલ્મ/ધારાવાહિકનું નિર્માણ શરૂ કરવાના મુદ્દે પ્રકાશ જાવડેકરએ કહ્યું કે સરકાર દ્વારા માનક સંચાલન પ્રક્રિયા ચાલુ કરવામાં આવી રહી છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube