નવી દિલ્હીઃ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી હોસ્પિટલમાં છે. બ્રેન સર્જરી બાદ તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. તેમનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. દેશભરમાં પૂર્વ રાષ્ટ્રપતિના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. આ વચ્ચે તેમની પુત્રી અને કોંગ્રેસ નેતા શર્મિષ્ઠા મુખર્જીએ પ્રણવ મુખર્જી માટે દુવા કરતા એક વર્ષ પહેલાની વાત યાદ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શર્મિષ્ઠા મુખર્જીએ ટ્વીટ કરી પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને મળેલા ભારત રત્ન સન્માનની ઘટનાને યાદ કરી છે. શર્મિષ્ઠાએ ટ્વીટમાં લખ્યું છે, 'પાછલા વર્ષે 8 ઓગસ્ટનો દિવસ મારી જિંદગીમાં સૌથી ખુશીના દિવસમાંથી એક હતો, જ્યારે મારા ડેડને ભારત રત્ન મળ્યો. હવે એક વર્ષ બાદ 10 ઓગસ્ટે તેઓ ગંભીર બીમાર થઈ ગયા. ભગવાન તેમના માટે સારૂ કરે અને મને જિંદગીમાં સુખ-દુખ સ્વીકાર કરવાની ક્ષમતા આપે. હું બધાનો આભાર વ્યક્ત કરુ છું.'


કોંગ્રેસના ધારાસભ્યના સંબંધીની ભડકાઉ પોસ્ટથી બેંગલુરુમાં ભડકી હિંસા, 60 પોલીસ કર્મચારી ઘાયલ


હાલ બ્રેન સર્જરી બાદ પ્રણવ મુખર્જી વેન્ટિલેટર પર છે. તેમના માટે દુવાઓ કરવામાં આવી રહી છે. પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના લોકો પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી જલદી સાજા થાય તે માટે પૈતૃક ગામમાં ત્રણ દિવસીય ધાર્મિક અનુષ્ઠાન કરી રહ્યાં છે. કિરનાહરના ગ્રામીણોએ કોલકત્તાથી આશરે 180 કિલોમીટર દૂર મંગળવારે મુખર્જીના પૈતૃક સ્થાન મિરાતીમાં સ્થિત જપેશ્વર શિવ મંદિરમાં મહામૃત્યુજંય યજ્ઞ શરૂ કર્યો છે. 84 વર્ષીય મુખર્જી દર વર્ષે દુર્ગા પૂજા દરમિયાન પોતાના પૈતૃક ગામનો પ્રવાસ કરે છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube