પ્રણવ મુખર્જીની હાલત નાજુક, વેન્ટિલેટર સિસ્ટમ પર છે: આર્મી હોસ્પિટલ
સેનાના રિસર્ચ એન્ડ રેફરલ (આર એન્ડ આર)એ મંગળવારે જણાવ્યું હતું કે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની હાલત નાજુક છે અને તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. તેનાથી એક દિવસ પહેલાં તેમના માથાની સર્જરી કરવામાં આવી હતી. પ્રણવ મુખર્જી (84)ના રોજ સોમવારે (10 ઓગસ્ટ)ના બપોરે સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
નવી દિલ્હી: સેનાના રિસર્ચ એન્ડ રેફરલ (આર એન્ડ આર)એ મંગળવારે જણાવ્યું હતું કે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની હાલત નાજુક છે અને તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. તેનાથી એક દિવસ પહેલાં તેમના માથાની સર્જરી કરવામાં આવી હતી. પ્રણવ મુખર્જી (84)ના રોજ સોમવારે (10 ઓગસ્ટ)ના બપોરે સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની સર્જરી પહેલાં તેમાં કોવિડ 19ની પુષ્ટિ થઇ હતી.
હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં મેડિકલ બુલેટિનમાં કહેવામાં આવ્યું છે ''પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની હાલત નાજુક છે અને તેમને વેન્ટિલેટર સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. લોહીનો ગઠ્ઠો જામી જતાં સોમવારે પૂર્વ રાષ્ટ્રપતિના માથાની સર્જરી કરવામાં આવી હતી. તેમની હાલતમાં કોઇ સુધારો જોવા મળી રહ્યો નથી અને તેમની સ્થિતિ નાજુક છે.''
આ પહેલાં હોસ્પિટલે જણાવ્યું હતું કે પૂર્વ રાષ્ટ્રપતિને 10 ઓગસ્ટના રોજ ગંભીર સ્થિતિમાં 12 વાગ્યા 7 મિનિટે દિલ્હી છાવણી સ્થિત સેનાના આર એન્ડ આર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમાં કહેવામાં આવ્યું ''હોસ્પિટલમાં કરવામાં આવેલી ડોક્ટરી તપાસમાં સામે આવ્યું છે કે તેમના માથામં એક મોટો ગઠ્ઠો છે, જેના લીધે તેમને ઇમરજન્સી સર્જરી કરવામાં આવી.''
વિભિન્ન વિશેજ્ઞતાવાળા ડોક્ટરોની ટીમ પૂર્વ રાષ્ટ્રપતિના સ્વાસ્થ્યની સતત નજર રાખી રહ્યા છે. પ્રણવ મુખર્જીએ સોમવારે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે તે કોવિડ-19ની તપાસમાં સંક્રમિત મળ્યા આવ્યા છે અને ગત અઠવાડિયે સંપર્કમાં આવનાર લોકોને અપીલ કરવામાં આવી છે કે તે પોતે કોરન્ટાઇનમાં જતા રહે અને કોવિડ 19ની તપાસ કરાવે.
તેમના હોસ્પિટલમાં દાખલ થયાના સમાચાર બાદ લોકોએ તેમના સારા સ્વાસ્થ્ય અને જલદી સાજા થાય તે માટે કામના કરી મેસેજ મોકલ્યા હતા અને ઘણા નેતાઓએ ટ્વિટરના માધ્યમથી તેમની કુશળતાની કામનાના સંદેશ ટ્વિટ કર્યા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠા મુખર્જીને સોમવારે સાંજે વાત કરી અને તેમના સ્વાસ્થ્ય વિશે જાણકારી લીધી.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે સોમવારે આર એન્ડ આર હોસ્પિટલની મુલાકાત લીધી અને પૂર્વ રાષ્ટ્રપતિના સ્વાસ્થ્યની જાણકારી લીધી. રાજનાથ સિંહ લગભગ 20 મિનિટ સુધી હોસ્પિટલમાં રહ્યા હતા. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ પૂર્વ રાષ્ટ્રપતિને શુભકામનાઓ મોકલી અને તેમના જલદી સ્વસ્થ્ય માટે પ્રાર્થના કરી. પ્રણવ મુખર્જી ભારતના 13મા રાષ્ટ્રપતિ ચૂંટાયા તે પહેલાં, કોંગ્રેસના દિગ્ગજ નેતા રહ્યા અને તે જુલાઇ 2012 થી 2017 સુધી રાષ્ટ્રપતિ રહ્યા.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube