નાગપુર: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી આજે નાગપુર ખાતેના આરએસએસના હેડક્વાર્ટરમાં આયોજિત સંઘ શિક્ષા વર્ગના કાર્યક્રમમાં ભાગ લેવાના છે. જેના કારણે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના ભવા ચડી ગયા છે. આ કાર્યક્રમ દરમિયાન પ્રણવ મુખરજી સંઘ શિક્ષા વર્ગના તૃતીય વર્ષના તાલીમ કોર્સના સમાપન સમારોહમાં ભાષણ આપશે. વાત જાણે એમ છે કે એક કોંગ્રેસી નેતા તરીકે પ્રણવ મુખરજીએ હંમેશા સંઘની ટીકા કરી છે. જેના કારણે સંઘ કાર્યકર્તાઓ અને લોકોને એ અંગે ઉત્સુકતા છે કે તેઓ સમારોહમાં પોતાના ભાષણ દરમિયાન શું સંદેશ આપશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સમારોહમાં ભાગ લેવા માટે પ્રણવ મુખરજી ગુરુવારે બુધવારે નાગપુર પહોંચી ગયાં. તેમના નાગપુર  પહોંચતાની સાથે જ મોટી સંખ્યામાં સંઘ કાર્યકર્તા પણ નાગપુર એરપોર્ટ પહોંચ્યાં, જ્યાં સંઘના સહસર કાર્યવાહ વી. ભગૈય્યા અને નાગપુર શહેર શાખાના અધ્યક્ષ રાજેશ લોયાએ ફૂલોના ગુલદસ્તાથી તેમનું સ્વાગત કર્યું.


પુત્રી શર્મિષ્ઠાની ચેતવણીને પણ પ્રણવદાએ ફગાવી, આજે RSSના કાર્યક્રમમાં સામેલ થશે


કોંગ્રેસના નેતાઓના આ નિવેદનો બાદ હવે તેમના પરિજનોએ પણ સવાલ ઉઠાવ્યાં છે. પ્રણવદાના પુત્રી શર્મિષ્ઠા મુખરજીએ કહ્યું કે તેમના પિતા નાગપુર જઈને ભાજપ તથા આરએસએસને બનાવટી ખબરો રચવા અને અફવાઓ ફેલાવવાની સુવિધા ઉપલબ્ધ કરાવી રહ્યાં છે. તેમણે કહ્યું કે તેમના ભાષણ તો ભૂલાઈ જશે પરંતુ તસ્વીરો રહી જશે.