નવી દિલ્હી : રાફેલ ફાઇટરજેટ વિમાન સોદા મુદ્દે મોદી સરકારને મોટી રાહત મળી છે. ભારત અને ફ્રાંસ વચ્ચે થયેલ રાફેલ વિમાન સોદા અંગે સવાલ ઉઠાવનારી અરજી પર સુપ્રીમ કોર્ટે આજે મહત્વનો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા ડીલ પર ઉઠી રહેલા સવાલોને અકારણ ગણાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સોદામાં કોઇ જ ગોટાળો નથો નથી માટે તેના પર ઉઠી રહેલા સવાલો અસ્થાને છે. આ સાથે જ કોર્ટે દાખલ તમામ અરજીઓને રદ્દ કરી દીધી હતી. સોદો પારદર્શક અને જરૂરિયાત અનુસાર હોવાનું પણ જણાવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

MP LIVE: આજે સરકાર બનાવવાનો દાવો રજુ કરશે કમલનાથ, કાલે શપથની શક્યતા...

જો કે ચુકાદો આવ્યા બાદ વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે, મારૂ માનવું છે કે રાફેલ ફાઇટર જેટ સોદા મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચુકાદો સંપુર્ણ ખોટો છે. તેમણે કહ્યું કે, સોદા મુદ્દે શરૂ કરાયેલ અભિયાન સુપ્રીમ કોર્ટનાં ચુકાદા બાદ નહી અટકાવવામાં આવે. સુપ્રીમ કોર્ટ આ ચુકાદા બાદ અમે પુનર્વિચાર અરજી દાખલ કરવાની શક્યતાઓ અંગે ઝડપથી નિર્ણય લઇશું. જો કે સુપ્રીમનો ચુકાદો હાલ તો સંપુર્ણ ખોટો હોવાનું લાગી રહ્યું છે. 


આનંદો: ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાનો પ્રસ્તાવ સર્વાનુમતે સદનમાંથી પાસ...

સીજેઆઇએ ચુકાદો આપતા જણાવ્યું હતું કે, રાફેસ વિમાન સોદાની કિંમતની તપાસ સુપ્રીમ કોર્ટનું કામ નથી. કેટલાક લોકોની ધારણાના આધારે અમે ચુકાદો આપી શકીએ નહી. રાફેલ સોદામાં કોઇ જ ગોટાળો થયો નથી. રાફેલ વિમાનની ગુણવત્તા પર કોઇ શંકા નથી. દેશને સારા વિમાનોની જરૂર છે તો પછી રાફેલ ડીલ પર શા માટે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે ? અત્રે ઉલ્લેખનીય છે કે, રાફેલ મુદ્દે બે વકીલ એમ.એલ શર્મા અને વિનીત ઢાંડા દ્વારા એક NGOની મદદથી અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં સોદાની પ્રક્રિયા અને તેની કિંમત સહિતનાં મુદ્દાઓ પર સવાલ ઉઠાવવામાં આવ્યો હતો.


રાફેલ ડીલ અથથી ઇતી...બધુ જાણવા અહીં ક્લિક કરો