પટણા: બિહારમાં જેડીયુ અને ભાજપના નેતાઓ એકબીજા સામે તલવાર ખેંચી રહેલા જોવા મળી રહ્યાં છે. જેડીયુ (JDU) ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ચર્ચિત રણનીતિકાર પ્રશાંત કિશોરે (Prashant Kishor)  બિહાર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક મહત્વનું નિવેદન આપ્યું છે. પ્રશાંત કિશોરે કહ્યું કે જેડીયુએ બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Election) માં ભાજપ કરતા વધુ બેઠકો પર ચૂંટણી લડવી જોઈએ. પ્રશાંત કિશોરે કહ્યું કે વિધાનસભા ચૂંટણીમાં જેડીયુ  હંમેશાથી ભાજપ (BJP) કરતા મોટી પાર્ટી રહી છે અને આ જ આધાર પર આગળ પણ રહેશે. પ્રશાંત કિશોરે કહ્યું કે બિહારમાં જેડીયુ હંમેશાથી મોટા ભાઈની ભૂમિકામાં રહી છે. પ્રશાંત કિશોરે એમ પણ કહ્યું કે વિધાનસભા ચૂંટણી નીતિશકુમારના ચહેરા પર લડવી જોઈએ. એટલું જ નહીં જેડીયુ ઉપાધ્યક્ષે સ્પષ્ટ કર્યું કે બિહારમાં જેડીયુની સરકાર છે. ભાજપ તેની સહયોગી પાર્ટી છે. પ્રશાંત કિશોરના આ નિવેદન પર સુશીલ મોદીએ પણ જવાબ આપ્યો. જો કે આમ છતાં નીતિશકુમારનું તો કહેવું છે કે બિહારમાં ગઠબંધનમાં બધુ ઠીક છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રશાંત કિશોરે કહ્યું કે જો 2010ની વિધાનસભા ચૂંટણીને જોઈએ જેમાં જેડીયુ અને ભાજપે સાથે મળીને ચૂંટણી લડી હતી તો આ રેશિયો 1:1:4નો હતો. જો તેમા સામાન્ય ફેરફાર પણ થાય તો પણ એવું ન બની શકે કે બંને પક્ષો સમાન સીટો પર ચૂંટણી લડે. જેડીયુ અપેક્ષાકૃત મોટી પાર્ટી છે જેમાં લગભગ 70 ધારાસભ્યો છે. જ્યારે ભાજપ પાસે લગભગ 50 ધારાસભ્યો છે. પ્રશાંત કિશોરના નિવેદનને જેડીયુએ યોગ્ય ઠેરવ્યું છે. જેડીયુ નેતા શ્યામ રજકે કહ્યું કે આગામી વિધાનસભા ચૂંટણીમાં જેડીયુની ભૂમિકા મોટી હશે. જો કે હજુ એ નક્કી થયું નથી. આ બાજુ ભાજપના નેતા નંદ કિશોર યાદવે કહ્યું કે પ્રશાંત કિશોર કોઈ પાર્ટીના અધિકારી નથી. અમારા રાષ્ટ્રીય અધ્યક્ષે સ્પષ્ટ કર્યું છે કે અમે બિહારમાં મળીને ચૂંટણી લડીશું. ત્યારબાદ કશું કહેવાની જરૂર નથી. 


Year Ender 2019: દેશના રાજકારણમાં આ દિવસે નવો ઈતિહાસ રચાયો, જાણો વર્ષની મહત્વની ઘટનાઓ


'3 મિત્રો'ના હાથમાં હવે દેશની સુરક્ષાની કમાન! તેમની વચ્ચે આ બાબતો છે કોમન...


પ્રશાંત કિશોરે આપ્યો વળતો જવાબ
આ બાજુ જેડીયુ ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરે ડેપ્યુટી સીએમ સુશીલ મોદી ઉપર પણ નિશાન સાધ્યું. તેમણે સુશીલ મોદીને પરિસ્થિતિઓના ડેપ્યુટી સીએમ ગણાવ્યાં. તેમણે કહ્યું કે સંજોગોવસાત ડેપ્યુટી સીએમ બનેલા સુશીલ મોદીથી રાજનીતિક મર્યાદા અને વિચારધારા પર લેક્ચર સાંભળવું એ સુખદ અનુભવ છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે બિહારમાં નીતિશકુમારનું નેતૃત્વ અને જેડીયુની સૌથી મોટા પક્ષની ભૂમિકા બિહારની જનતાએ નક્કી કરી છે. કોઈ બીજી પાર્ટીના નેતા કે ટોચના નેતૃત્વએ નહીં. 2015માં હાર બાદ પણ સંજોગોવસાત ડેપ્યુટી સીએમ બનનારા સુશીલ મોદી પાસેથી રાજનીતિક મર્યાદા અને વિચારધારા પર લેક્ચર સાંભળવું સુખદ અનુભવ છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....