નવી દિલ્હી : લોકસભા ચૂંટણી યોજાવામાં હજી 10 મહિનાઓની વાર છે, જો કે અલગ અલગ ફોરમ દ્વારા આ વખતે કોણ ચૂંટણીમાં મજબુત હોઇ શકે છે તે અંગેની કવાયત્ત ચાલુ થઇ ચુકી છે. એવી જ એક કવાયદ હેઠળ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર પોતાની વેબસાઇ નેશનલ એજન્ડા ફોરમ પર સામાન્ય જનતાનો મુડ પારખી રહ્યા છે. પ્રશાંત કિશોરે આ વેબસાઇટ અંગે લોકોને પુછ્યું છે કે તેમના માટે કયા મુદ્દાઓ મહત્વ ધરાવે છે અને તેમના મનપસંદ નેતા કોણ છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સર્વેમાં મનપસંદ નેતા તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પુરતા આગળ વધી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ 41.7 ટકા લોકો પોતાના નેતા માની રહ્યા છે, જ્યારે રાહુલ ગાંધીની પસંદગી 19.1 ટકા લોકો છે. આ સર્વેમાં પાંચ દિવસ પહેલાની તુલનાએ રાહુલ ગાંધીની લોકપ્રિયતામાં બે ટકાનો ઘટાડો થયો છે, જ્યારે વડાપ્રધાન મોદીની લોકપ્રિયતામાં પાંચ ટકાનો વધારો થવા પામ્યો છે. 

કયા લોકો પ્રશાંત કિશોરની સલાહ
આ સર્વેમાં ત્રણ સ્થાન પર 9 ટકાની સાથે અરવિંદ કેજરીવાલ છે, જ્યારે ચોથા અને પાંચ સ્થાન મમતા બેનર્જીનો છે. પ્રશાંત કિશોર વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધી બંન્નેને ચૂંટણીમાં પોતાની સલાહ આપી ચુક્યા છે. જો કે આ વખતે માનવામાં આવી રહ્યું છે કે, બિહારમાં જેડીયૂ-ભાજપ ગઠબંધન માટે રણનીતિ બનાવવાની જવાબદારી તેમને મળી શકે છે. 

પ્રશાંત કિશોરની વેબસાઇટ પર તેના સવાલ સાથે જ માનવામાં આવી રહ્યું છે કે તેમણે લોકસભા ચૂંટણી માટે પોતાના અભિયાનની શરૂઆત કરી દીધી છે. તેઓ આ સર્વેના વલણ આધારે પોતાની રણનીતિ બનાવશે. લોકો નેશનલ એજન્ડા ફોરમ પર લોગ ઇન કરીને પોતાનાં મનપસંદ નેતાનું નામ જણાવવાની સાથે જ તમે તે પણ જણાવી શકો છો કે આ કયો મુદ્દો છે, જે મહત્વ ધરાવે છે. 

કાલ સુધી ચાલશે સર્વે
સર્વેમાં સૌથી વધારે લોકોએ ખેડૂતોની સમસ્યાને મહત્વ આપ્યું છે. ત્યાર બાદ વિદ્યાર્થીઓ અને મહિલાઓનાં મુદ્દાના લોકોએ તેને મહત્વ આપ્યું. આ સર્વેમાં 14 ઓગષ્ટ સુથી ચાલશે અને 15 ઓગષ્ટના દિવસે તેનું પરિણામ જાહેર કરવામાં આવશે. નેશનલ એજન્ડા ફોરમનું કહેવું છે કે આ સર્વેમાં જે નેતાને સૌથી વધારે મત મળશે, તેમને તેમની ટીમ જઇને મળશે અને તેમને આ મુદ્દા અંગે જણાવશે, જેને સર્વેમાં લોકોએ મહત્વ આપ્યું છે. તેમની પાર્ટી સાથે આ આગ્રહ પણ કરવામાં આવશે કે તેઓ આ મુદ્દાઓને પોતાના ચૂંટણી ઢંઢેરામાં સમાવેશ કરે.