કોલકાતા: 2014ની લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવીને સમાચારમાં ચમકી જનારા પ્રશાંત કિશોર હવે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના સલાહકાર બની શકે છે. જે રીતે બંગાળમાં ભાજપ મમતા બેનર્જી સામે મોટો પડકાર બનીને ઊભરી આવ્યો છે તેને જોતા પ્રશાંત કિશોરની મમતા બેનર્જી સાથેની મુલાકાત  બાદ હવે આ જ પ્રકારની અટકળો થઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેલંગણામાં કોંગ્રેસને મોટો ઝટકો, 18માંથી 12 MLA ટીઆરએસમાં સામેલ થશે


ગુરુવારે કોલકાતામાં પ્રશાંત કિશોરે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તેમના ભત્રીજા અભિષેક બેનર્જી  સાથે મુલાકાત કરી. સૂત્રોના જણાવ્યાં મુજબ મમતા બેનર્જી અને અભિષેક બેનર્જી સાથે પ્રશાંત કિશોરની મુલાકાત કેન્દ્રીય સચિવાલયમાં થઈ. આ મુલાકાત લગભગ એક કલાક 40 મિનિટ સુધી ચાલી. 2021માં થનારી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી અગાઉ તૃણમૂલ કોંગ્રેસ પ્રશાંત કિશોરને પોતાના ખેમામાં લઈ શકે છે. 


PM મોદી અને ઈમરાન ખાન વચ્ચે મુલાકાત થવાની છે?, વિદેશ મંત્રાલયે આપ્યો જવાબ


રણનીતિકાર તરીકે અનેક ચૂંટણીઓમાં મહત્વની ભૂમિકા ભજવનારા પ્રશાંત કિશોર હવે જનતા દળ યુનાઈટેડના સભ્ય છે. તેઓ એક સમયે નીતિશકુમારની ખુબ નજીક ગણાતા હતાં પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તેમની નીતિશકુમાર સાથે પહેલા જેવી કેમિસ્ટ્રી જોવા મળતી નથી. નીતિશકુમારે તેમને પાર્ટીમાં સામેલ કરતી વખતે પાર્ટીનો યુવા ચહેરો ગણવ્યાં હતાં. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...