પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના પ્રયાગરાજથી ભાજપના સાંસદ રીતા બહુગુણા જોશી (Rita Bahuguna Joshi) ની પૌત્રીનું ફટાકડાથી દાઝી ગયા બાદ આજે સવારે સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. તેમની પૌત્રી આઠ વર્ષ હતી અને સવારે જ તેને સારવાર માટે દિલ્હી લઈ જવાઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેંગ્લુરુ હિંસા: કોંગ્રેસના ભૂતપૂર્વ મેયર સંપત રાજની ધરપકડ, હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયા હતા


રીતા બહુગુણા જોશી પ્રયાગરાજથી ભાજપના સાંસદ છે અને તેમના પુત્ર મયંક જોશીની આઠ વર્ષની પુત્રી દિવાળીના દિવસે ફટાકડાથી દાઝી ગઈ હતી. કહેવાય છે કે દિવાળીની રાતે બાળકીએ ફેન્સી ડ્રેસ પહેર્યો હતો. અન્ય બાળકો સાથે તે ધાબે રમવા ગઈ હતી. એવી આશંકા છે કે તે વખતે એક ફટાકડાની ચિંગારી બાળકીના કપડાં પર પડી અને અકસ્માતનો ભોગ બની. પૌત્રીને તરત હોસ્પિટલ લઈ જવાઈ હતી. ડોક્ટરોએ જણાવ્યું કે તે 60 ટકા દાઝી ગઈ છે. બાળકીની હાલત જોતા તેને દિલ્હી રેફર કરાઈ હતી. બાળકીનો એમ્સમાં ઈલાજ ચાલતો હતો. આજે સવારે 3 વાગે તેની સ્થિતિ બગડી અને મૃત્યુ થયું. 


દેશની રાજધાનીને હચમચાવી નાખવાનું ષડયંત્ર નિષ્ફળ, 2 આતંકી પકડાયા


સારવાર દરમિયાન બાળકીનું મૃત્યુ
મોતના સમાચાર મળતા જ પ્રયાગરાજ સ્થિત તેમના ઘરમાં હાહાકાર મચી ગયો છે. લોકો સાંસદના ઘરે પહોંચવા લાગ્યા. અત્રે જણાવવાનું કે રીતા બહુગુણા જોશી ઉત્તર પ્રદેશ સરકારમાં પૂર્વ કેબિનેટમંત્રી પણ રહી ચૂક્યા છે. તાજેતરમાં તેઓ કોરોના પોઝિટિવ થયા હતા. અન્ય પરિજનોની તપાસમાં તેમની પૌત્રી પણ તે સમયે કોરોના સંક્રમિત થઈ હતી. દાદી સાથે પૌત્રીને પણ તે વખતે ગુડગાંવની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાઈ હતી. ત્યારબાદ સાજા થઈ ગયા હતા. 


ઓબામાના પુસ્તકમાં સોનિયા ગાંધી પર દાવો, 'આ' કારણસર મનમોહન સિંહ બન્યા હતા PM


યુપીમાં ફટાકડા પર હતો પ્રતિબંધ
અત્રે જણાવવાનું કે ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે ફટાકડા પર પ્રતિબંધ મૂક્યો હતો. દિવાળીના એક દિવસ પહેલાથી લઈને 30 નવેમ્બર સુધી ફટાકડાના વેચાણ અને ફોડવા પર પ્રતિબંધ લાગેલો છે. ફટાકડા ફોડવા પર પ્રતિબંધનો આદેશ એનજીટીએ વધતા વાયુ પ્રદૂષણને લઈને આપ્યો હતો. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube