નવી દિલ્હી: શું ભાજપ વિરોધી 'મહાગઠબંધન'ની તમારા સંસદીય ક્ષેત્રમાં કોઈ અસર થશે? આ સવાલ 'નમો એપ' પર 'પીપલ્સ સર્વે'માં લોકોને પૂછવામાં આવી રહેલા સવાલોમાંનો એક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ટ્વિટર પર એક સંક્ષિપ્ત વીડિયો પોસ્ટ કરીને લોકોને સર્વેમાં ભાગ લેવાની અપીલ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સર્વેમાં લોકોને તેમના રાજ્ય, સંસદીય મતવિસ્તાર, સસ્તી સ્વાસ્થ્ય સુવિધાઓ, ખેડૂતોની સમૃદ્ધિ, ભ્રષ્ટાચાર મુક્ત પ્રશાસન, સ્વચ્છ ભારત, રાષ્ટ્રીય સુરક્ષા, અર્થવ્યવસ્થા, પાયાની સુવિધાઓ, રોજગાર અને ગ્રામીણ વિદ્યુતિકરણ જેવા ક્ષેત્રોમાં કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ અંગે પૂછવામાં આવી રહ્યું છે. 


વીડિયો સંદેશમાં પીએમ મોદીએ કહ્યું કે "નમો એપ પર સર્વે શરૂ કરવામાં આવ્યો છે. સર્વેના માધ્યમથી હું સીધો તમારો ફીડબેક ઈચ્છુ છું. તમારો ફીડબેક મારા માટે મહત્વનો છે. અલગ અલગ મુદ્દાઓ પર તમારા ફીડબેકથી અમને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં મદદ મળશે. શું તમે બધા આ મહત્વપૂર્ણ સર્વેમાં ભાગ લેશો."


પૂછવામાં આવેલા સવાલોમાં મહાગઠબંધન અંગેનો એક પ્રશ્ન પણ સામેલ છે. જેમાં લોકોને પૂછવામાં આવ્યું છે કે શું મહાગઠબંધનની તેમના સંસદીય મતવિસ્તારમાં અસર પડશે. લોકસભા ચૂંટણી પહેલા ભાજપ વિરુદ્ધ રચવામાં આવી રહેલા ગઠબંધનના પ્રયાસો વચ્ચે આ સર્વે થઈ રહ્યો છે. 


સર્વેમાં એમ પણ પૂછવામાં આવ્યું છે કે તમારા લોકસભા મતવિસ્તારના ત્રણ લોકપ્રિય ભાજપના નેતા કોણ છે. પ્રશ્ન દ્વારા  પૂછાયું છે કે સર્વે ભરનાર વ્યક્તિ રાજ્યના ત્રણ લોકપ્રિય નેતાઓના નામ આપે. સર્વેમાં લોકોને પૂછવામાં આવ્યું છે કે તેમના ક્ષેત્રના સાંસદ શું તેમના માટે સહજ રીતે ઉપલબ્ધ છે કે નહીં. સર્વેમાં ભાગ લેનાર વ્યક્તિને પોતાના સાંસદના કાર્યો અને તેમની પહેલ અંગે પ્રશ્ન પૂછાયા છે. એમ પણ પૂછવામાં આવ્યું છે કે શું તેમના સાંસદ તેમના ક્ષેત્રમાં લોકપ્રિય છે કે નહીં. 


એક મહત્વનો સવાલ જે સર્વેમાં સામેલ છે તે એ છે  કે શું તમે ભાજપને ફાળો આપવા માંગો છો કે ભાજપ માટે સ્વૈચ્છિક રીતે કામ કરવા માંગો છો. શું તમારી પાસે નમો મર્ચેન્ડાઈઝ છે, શું ભારત સરકારની કાર્ય સંસ્કૃતિમાં સુધાર થયો છે. 


દેશના વધુ સમચારો વાંચવા માટે કરો ક્લિક...