નવી દિલ્હીઃ CDS જનરલ રાવત (CDS General Bipin Rawat) ના હેલીકોપ્ટર ક્રેશ મામલાની (CDS Bipin Rawat Helicopter Crash Case) તપાસ માટે રચવામાં આવેલી તપાસ ટીમનો શરૂઆતી રિપોર્ટ સામે આવ્યો છે. રિપોર્ટમાં કોઈ પ્રકારની મિકેનિક ફેલિયર, બેદરકારી કે કોઈપ્રકારના તોડફોડની આશંકાનો ઇનકાર કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અચાનક ગાઢ વાદળોમાં ધેરાયુ હેલીકોપ્ટર
તપાસ ટીમના શરૂઆતી રિપોર્ટ પ્રમાણે CDS જનરલ બિપિન રાવતનું હેલીકોપ્ટર તમિલનાડુમાં પોતાના યોગ્ય રૂટ પર હતું. અચાનક વાતાવરણમાં પલટો આપ્યો અને હેલીકોપ્ટર વાદળોમાં ધેરાયું હતું. ત્યારબાદ પાયલટે કંટ્રોલ ગુમાવી દીધો અને પહાડી વિસ્તારમાં ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં બિપિન રાવત સહિત 14 લોકોના નિધન થયા હતા. 


રક્ષામંત્રીની તપાસની માહિતી આપવામાં આવી
એર ચીફ માર્શલ વીઆર ચૌધરીની આગેવાનીમાં આ તપાસ એર માર્શલ માનવેન્દ્ર સિંહે કરી છે. તેમણે 5 જાન્યુઆરીએ રક્ષામંત્રી રાજનાથ સિંહને તપાસની માહિતી આપી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, ઘટનાવાળા દિવસે નીલગિરીની પહાડીઓ ઉડતા સમયે હેલીકોપ્ટર Mi-17V5 નોર્મલ રૂપથી ઉડાન ભરી રહ્યું હતું. 


આ પણ વાંચોઃ Delhi અને Mumbai માટે રાહતના સમાચાર, કોરોના કેસમાં થયો ઘટાડો


આવનારા ખતરાથી અજાણ હતા પાયલટ
બંને પાયલટ અને તેમાં સવાર લોકો આવનારા ખતરાથી અજાણ હતા. ત્યારે અચાનક હવામાનમાં પરિવર્તન આપ્યું અને હેલીકોપ્ટર વાદળોમાં ઘેરાયને ક્રેશ થઈ ગયું હતું. રિપોર્ટમાં કોઈ પ્રકારની માનવીય ત્રુટિ કે નેવિગેશનની કમીની આશંકાને નકારવામાં આવી છે. 


પહાડોમાં પડીને ક્રેશ થયું હેલીકોપ્ટર
મહત્વનું છે કે CDS જનરલ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા રાવત અને આર્મી-એરફોર્સના 12 અધિકારીઓએ વેલિંગટન એરબેઝ જવા માટે 8 ડિસેમ્બરે સુલૂર એરબેઝથી ઉડાન ભરી હતી. વેલિંગટન એરબેઝ પહોંચવાની થોડી મિનિટો પહેલા હેલીકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું. હેલીકોપ્ટરનો કંટ્રોલ રૂમ સાથે પણ સંપર્ક તૂટી ગયો હતો. 


આ પણ વાંચોઃ UP Election: સપા કાર્યાલય પર અખિલેશની રેલીમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા, FIR દાખલ


સૈન્ય અધિકારીઓ થયા શહીદ
સૂત્રો પ્રમાણે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પહાડોમાં રહેતા લોકોએ ઘટના પહેલા હેલીકોપ્ટરનું વીડિયો રેકોર્ડિંગ કર્યું હતું. તેનાથી ખ્યાલ આવે છે કે હેલોકીપ્ટર ઓછી ઉંચાઈ પર ઉડી રહ્યું હતું અને આકાશમાં વાદળો છવાયેલા હતા. આ ઘટનામાં જનરલ બિપિન રાવતના રક્ષા સલાહકાર બ્રિગેડિયર એલએસ લિદ્દર, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના સ્ટાફ ઓફિસર લેફ્ટિનેન્ટ કર્નલ હરજિંદર સિંહ અને પાયલટ ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહ સામેલ હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube